ભારતીય રિઝર્વ બેંકએ તેની ક્રેડિટ પોલીસીની જાહેરાત કરી છે, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ઘોષણા કરી છે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ સાથે જ રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત છે, MSF બેંક રેટ 6.75 પર જળવાઈ રહ્યો છે. સેન્ટ્રલ MPC આવતા વર્ષના પહેલા છ મહિનામાં વ્યાજ દરોમાં વધારો કરી શકે. RBIએ ત્રીજી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.
#WATCH हमारी अर्थव्यवस्था उचित गति से बढ़ती रही है और दुनिया की 5वीं सबसे बड़ी अर्थव्यवस्था बन गई है और वैश्विक विकास में लगभग 15% का योगदान दे रही है: RBI गवर्नर शक्तिकांत दास pic.twitter.com/pCgQIK4tku
— ANI_HindiNews (@AHindinews) August 10, 2023
લોનધારકોને નિરાશા
#WATCH हमारी अर्थव्यवस्था उचित गति से बढ़ती रही है और दुनिया की 5वीं सबसे बड़ी अर्थव्यवस्था बन गई है और वैश्विक विकास में लगभग 15% का योगदान दे रही है: RBI गवर्नर शक्तिकांत दास pic.twitter.com/pCgQIK4tku
— ANI_HindiNews (@AHindinews) August 10, 2023આરબીઆઈ ગવર્નરે રેપોરેટ યથાવત રાખતા હોમલોન, પર્સનલ લોન કે વ્હિકલ લોન ધારકોને મોટો ઝાટકો લાગ્યો છે. દેશના લાખો લોકો લોન સસ્તી થશે તેવી આશા રાખી રહ્યા હતા પણ તેમને નિરાશા હાથ લાગી છે. ત્રણ દિવસ સુધી ચાલેલી આરબીઆઈની ક્રેડિટ પોલીસીની બેઠકમાં વ્યાજ દર ઘટાડવામાં આવશે તેનું માનવામાં આવી રહ્યા હતું. આરબીઆઈ ગવર્નરના જણાવ્યા પ્રમાણે તેમનું ફોક્સ દેશમાં મોંઘવારીને અંકુશમાં રાકવાનું છે. દેશના અર્થતંત્રનો ગ્રોથ યથાવત છે. જો કે મોંઘવારી મોટી સમસ્યા બની છે, આરબીઆઈનું લક્ષ્ય મોંઘવારી દરને 4 ટકા પર લાવવાનો છે, આરબાઈ મુજબ જુલાઈ અને ઓગસ્ટમાં મોંઘવારી દર વધવાનું અનુમાન છે. આરબીઆઈના જણાવ્યા પ્રમાણે વર્ષ 2023-24 માટે મોંઘવારીનું અનુમાન 5.4 ટકા રહે તેવી શક્યતા છે.
ઑફલાઇન પેમેન્ટની સુવિધા પણ લાવવામાં આવશે
RBIએ UPI Lite પર ટ્રાન્ઝેક્શન લિમિટ વધારી છે. આ સાથે જ ટૂંક સમયમાં ઓફલાઈન પેમેન્ટની સુવિધા પણ શરૂ કરવામાં આવશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે UPI પેમેન્ટ્સ વધારવા માટે અનેક પગલાંની જાહેરાત કરી હતી અને એ સાથે જ પોતાના નિવેદનમાં આ અંગેની માહિતી આપી હતી કે RBIએ UPI Lite પર ટ્રાન્ઝેક્શન લિમિટ વધારીને 200 રૂપિયાથી 500 રૂપિયા સુધી કરશે. આ સાથે જ ટૂંક સમયમાં UPI દ્વારા ઑફલાઇન ટ્રાન્જેકશનની સુવિધા પણ લાવવામાં આવશે અને UPI પ્લેટફોર્મ પર વાતચીતની ચુકવણીની સુવિધા પણ શરૂ કરવામાં આવશે.