લોનધારકો માટે ગુડ ન્યૂઝ, RBIએ સતત બીજી વખત આપી રાહત, રેપો રેટમાં ન કર્યો ફેરફાર


  • Published By :
  • Published Date : 2023-06-08 17:29:58

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠક બાદ નીતિગત નિર્ણયની જાહેરાત કરી દીધી છે. આ નાણાકિય વર્ષમાં MPCની બીજી બેઠકમાં ફરી એકવાર રેપો રેટને લઈ મોટી ઘોષણા કરી છે. RBIએ સામાન્ય લોકોને મોટી રાહત આપતા રેપો રેટને યથાવત જાળવ્યો છે. RBIએ  રેપો રેટમાં ફેરફાર કર્યો નથી. RBIએ રેપો રેટ 6.50 ટકા પર યથાવત જાળવી રાખ્યો છે. મોંઘવારીના આંકડા જોતા RBIએ રેપો રેટને 6.50 ટકા પર સ્થિર રાખવાનો નિર્ણય કર્યો છે. અત્રે નોંધવા જેવી બાબત એ છે કે RBIએ રેપો રેટમાં બીજી વખત કોઈ ફેરફાર કર્યો નથી.


EMI ભરનારાઓને ફરી એકવાર રાહત

 

રેપો રેટમાં વધારો ન થવાના કિસ્સામાં અથવા નરમાઈના સ્થિતીમાં, બેંકો વ્યાજ દરો સ્થિર રાખે છે અથવા તેને ઘટાડે છે. તેનાથી ઋણ લેનારાઓને રાહત મળે છે કારણ કે તેમની EMI કાં તો પહેલા જેટલી જ રહે છે અથવા તો તેમાં ઘટાડો થાય છે. RBIએ રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યા બાદ બેંકોએ પણ વ્યાજદરમાં નોંધપાત્ર વધારો કર્યો હતો. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.


મોંઘવારીનું અનુમાન શું છે?


સામાન્ય માણસને સૌથી વધુ પરેશાની મોંઘવારીથી હોય છે. જો કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું અનુમાન છે કે મોંઘવારીમાં રાહત હજુ લાંબા સમય સુધી રહેવાની છે. નાણાકિય વર્ષ 2023-24માં સૌથી વધુ મોંઘવારી દર પણ સરેરાસ  5.1 ટકા રહેવાનું અનુમાન છે. એટલે કે મોંઘવારીથી રાહત આ આખા કેલેન્ડર વર્ષમાં જળવાઈ રહેવાનું અનુમાન છે. આ નાણાકિય વર્ષ 2023-24માં પણ જીડીપીમાં આ વૃધ્ધી જળવાઈ રહેવાની છે. આયાતમાં ઘટાડો થયો છે અને નિકાશ વધ્યો છે. 


દેશના જીડીપી ગ્રોથ કેટલો રહેશે?


RBI MPCની હાલની બેઠકમાં બીજા  ત્રિમાસિકમાં દેળમો જીડીપી ગ્રોથ રેટ 6.5, ત્રીજા ત્રિમાસિકમાં 6 ટકા અને ચોથા ત્રિમાસિકમાં 5.7 ટકા રહેવાનું અનુમાન છે. આ જ પ્રકારે વિશ્વ બેંકે ભારતમાં રિયલ જીડીપી ગ્રોથ રેટનું અનુમાન 6.3 ટકા, જેપી મોર્ગને 5.5 અને યુબીએસ બેંકએ 6.2 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?