RBIએ ICICI બેંકને 12.19 કરોડ અને કોટક મહિન્દ્રા બેંકને 3.95 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-10-17 21:22:05

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ICICI અને કોટક મહિન્દ્રા બેંક સામે મોટી કાર્યવાહી કરી છે. RBIએ નિયમનકારી નિયમોના ઉલ્લંઘન બદલ બંને બેંકો પર દંડ ફટકાર્યો છે. જેમાં ICICI બેંક પર 12.19 કરોડ રૂપિયા અને કોટક મહિન્દ્રા બેંક પર 3.95 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મંગળવારે કહ્યું કે નિયમનકારી નિયમોનું પાલન ન કરવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈઓનું યોગ્ય રીતે પાલન ન કરવા બદલ ICICI બેંક પર દંડ ફટકારવામાં આવ્યો છે. તે જ પ્રકારે કોટક મહિન્દ્રા બેંક પર આ દંડ રિઝર્વ બેંકની અનેક ગાઈડલાઈન્સના ઉલ્લંઘન માટે લગાવવામાં આવ્યો છે.


શા માટે ફટકાર્યો દંડ?


મીડિયા રિપોર્ટ મુજબ, કોટક મહિન્દ્રા બેંકે RBIની રિકવરી ચેતવણી, બેંકની અંદર ગ્રાહક સેવા, નાણાકીય સેવાઓના આઉટસોર્સિંગમાં રિસ્ક મેનેજમેન્ટ, આચાર સંહિતા અને લોન વિતરણ સંબંધિત માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન કર્યું નથી. તેથી સેન્ટ્રલ બેંકે તેના પર દંડ ફટકાર્યો છે. બેંક આ તમામ માર્ગદર્શિકાની વાર્ષિક સમીક્ષા કરવામાં નિષ્ફળ રહી છે.


RBIએ ICICI બેંક પર છેતરપિંડીના ક્લાસિફિકેશન અને રિપોર્ટિંગમાં બેદરકારી બદલ દંડ ફટકાર્યો છે. RBIનું કહેવું છે કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ તેની પાસે આવી કાર્યવાહી કરવાની સત્તા છે, જેનો ઉપયોગ કરીને તેણે આ કાર્યવાહી કરી છે. ઉલ્લેખનિય છે કે આરબીઆઈના આ પગલાની ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય. ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?