રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફરી એક વખત રેપો રેટમાં વધારો કર્યો છે. રેપો રેટ 5.40 ટકાથી વધારીને 6.25 ટકા કરી દીધો છે. રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેની સીધી અસર લોન પર પડશે. વધતી મોંઘવારીને કાબુ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું મોદ્રિક નીતિ સમિતીનું માનવું છે.
રેપો રેટમાં કરાયો વધારો
રેપો રેટ વધારવાની જાહેરાત કરતા શશિકાંત દાસે જણાવ્યું હતું કે ફુગાવો આગામી ચાર મહિના સુધી 4 ટકાથી વધુ રહેવાનો અંદાજો છે. 6 સભ્યોની બનેલી કમિટીમાંથી પાંચ સભ્યોએ રેપો રેટ વધારવાના નિર્ણયને સમર્થન આપ્યું છે. વધુમાં આરબીઆઈના ગવર્નરે કહ્યું કે 2023માં જીડીપી ગ્રોથ 6.8 ટકા રહી શકે છે. રેપો રેટ વધવારને કારણે લોન પણ મોંઘી થઈ જશે.