રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ એમેઝોન પે (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ પર 3.06 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPIs) અને તમારા ગ્રાહકને જાણો (KYC) સંબંધિત અમુક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ દંડ લાદવામાં આવ્યો છે.
પહેલા ફટકારી હતી નોટિસ
RBIએ તેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એવું જોવામાં આવ્યું છે કે સંસ્થા KYC (તમારા ગ્રાહકને જાણો) જરૂરિયાતો પર RBIના નિર્દેશોનું પાલન કરી રહી નથી. RBI એ એમેઝોન પે (Amazon Pay)ને કારણ બતાવો નોટિસ જારી કરીને પૂછ્યું હતું કે નિર્દેશોનું પાલન ન કરવા બદલ તેના પર દંડ શા માટે લાદવામાં ન આવે. ત્યારબાદ, કંપનીના જવાબને ધ્યાનમાં લીધા પછી, RBI એ નિષ્કર્ષ પર આવ્યું કે તેના નિર્દેશોનું પાલન ન કરવાના આરોપો સાચા છે અને તેના પર નાણાકીય દંડ લાદવામાં આવ્યો હતો.
નિયમો અવગણ્યા તો ફટકાર્યો દંડ
કેન્દ્રિય બેંકે જણાવ્યું હતું કે નિયમનકારી અનુપાલનમાં ખામીઓને કારણે દંડ લાદવામાં આવ્યો છે અને તેનો હેતુ એમેઝોન પે (ભારત) દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા અંગે ટિપ્પણી કરવાનો નથી. એમેઝોન પે (Amazon Pay) એ ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોનનું ડિજિટલ પેમેન્ટ આર્મ છે.