NDTVના પ્રખ્યાત પત્રકાર અને એક્ઝિક્યુટિવ એડિટર રવીશ કુમારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મેગ્સેસે એવોર્ડ વિજેતા પત્રકાર રાજીનામું આપશે તેવી અટકળો છેલ્લા ઘણા દિવસોથી થઈ રહી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે NDTVના સંસ્થાપક પ્રણવ રોય અને તેમના પત્ની રાધિકા રોયે પણ રાજીનામું આપી દીધું છે. રવીશ કુમારે જ રાજીનામાનો મેઈલ ચેનલને કર્યો હતો.
શા માટે આપ્યું રાજીનામું?
અદાણી ગ્રુપ NDTVના અધિગ્રહણની નજીક પહોંચી ગયું છે. NDTVની પેરેન્ટ કંપની RRPR હોલ્ડિંગના ડિરોક્ટર પદેથી રોય દંપતી રાજીનામું આપી દીધું છે. અત્રે ઉલ્લેખનિય છે કે અદાણી ગ્રૂપે RRPRનું અધિગ્રહણ કરી લીધું હતું. RRPR પાસે NDTVનો 29.18 ટકા હિસ્સો છે.