Ravindra Jadeja: જાડેજાએ વન-ડે ક્રિકેટમાં 200 વિકેટ લઈ સર્જયો નવો કીર્તિમાન, કપિલ દેવના રેકોર્ડની કરી બરાબરી


  • Published By :
  • Published Date : 2023-09-15 20:14:13

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. રવિન્દ્ર જાડેજાએ વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે ઈતિહાસ રચીને મોટી સિદ્ધિ મેળવી છે. ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ મહાન રેકોર્ડ બનાવીને પૂર્વ ભારતીય કેપ્ટન અને મહાન ઓલરાઉન્ડર કપિલ દેવની બરાબરી કરી લીધી છે.


શમીમ હુસેન બન્યો 200મો શિકાર


ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 2,000થી વધુ રન બનાવનાર અને 200 કે તેથી વધુ વિકેટ લેનાર બીજા ભારતીય અને વિશ્વનો 14મો ક્રિકેટર બન્યો છે. રવિન્દ્ર જાડેજાએ તેની 182મી વન ડે ઈન્ટરનેશનલ મેચ રમી, બાંગ્લાદેશ સામે એશિયા કપ 2023ની સુપર મેચ દરમિયાન શમીમ હુસેનને આઉટ કરીને ODIમાં તેની 200 વિકેટ પૂરી કરી હતી. ક્રિકેટના આ ફોર્મેટમાં તેના નામે 2578 રન છે.


કપિલ દેવની બરાબરી કરી


રવિન્દ્ર જાડેજા પહેલા આ સિદ્ધિ ભારતના મહાન ઓલરાઉન્ડર કપિલ દેવે હાંસલ કરી હતી. કપિલ દેવે 225 મેચમાં 3783 રન બનાવવા ઉપરાંત 253 વિકેટ પણ લીધી હતી. રવિન્દ્ર જાડેજા વનડેમાં 200 વિકેટ લેનારો સાતમો ભારતીય બોલર બની ગયો છે. રવિન્દ્ર જાડેજા પહેલા અનિલ કુંબલે (337 વિકેટ), જવાગલ શ્રીનાથ (315), અજીત અગરકર (288), ઝહીર ખાન (282), હરભજન સિંહ (269) અને કપિલ દેવ (253) એ આ માઈલસ્ટોન બનાવ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે