રવિન્દ્ર જાડેજાના પિતાએ પુત્રવધૂ રીવાબાને મત ન આપવાની અપીલ કરતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2022-11-29 16:36:29

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે દરરોજ અવનવા વિવાદો સામે આવી રહ્યા છે. જેમ  કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમના જ પુત્રવધૂ રીવાબા જાડેજાને મત ન આપવા લોકોને અપીલ કરતા રાજકારણ ગરમાયું છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ભાજપની ટિકિટ પર જામનગર ઉત્તર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે.


અનિરુદ્ધસિંહ જાડેજાએ શું કહ્યું?


ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવાર બીપેન્દ્રસિંહ જાડેજાને મત આપવા અપીલ કરી રહ્યા છે. તેમના પુત્રવધૂ રિવાબા જાડેજા ભાજપના ઉમેદવાર છે અને તે પણ જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. હવે રસપ્રદ બાબત એ છે કે રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા જાડેજા અને પિતા અનિરુદ્ધસિંહ જાડેજા કોંગ્રેસ માટે પ્રચાર કરે છે તો રવિન્દ્ર જાડેજા તેમના પત્ની અને ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા માટે પ્રચાર કરી રહ્યાં છે. 


નણંદ-ભોજાઈ આમને-સામને


રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા અને તેમની નણંદ રીવાબા વચ્ચેની તકરાર જાણીતી છે. કોંગ્રેસના નેતા અને સ્ટાર પ્રચારક નયનાબાએ તેમની ભાભી રીવાબા જાડેજા પર આરોપ લગાવ્યો હતો કે, તે પ્રચાર માટે બાળકોનો ઉપયોગ કરી રહી છે. સહાનુભૂતિ મેળવવા માટે તે બાળકોને પ્રચાર કરી રહી છે. તે ઉપરાંત નણંદ નયનાબાએ તેમને નિશાન બનાવતા તેમની જાતિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. નયનાબાએ દાવો કર્યો હતો કે, રિવાબાના નામાંકન ફોર્મ પર તેમનું નામ રીવા સિંહ હરદેવ સિંહ સોલંકી તરીકે લખવામાં આવ્યું હતું. જેમાં ક્રોસમાં રવિન્દ્ર જાડેજાનું નામ લખવામાં આવ્યું છે. આ અંગે જણાવતા નયનાબાએ કહ્યું હતું કે, તે રવીન્દ્ર જાડેજાની અટકનો ઉપયોગ માત્ર મત મેળવવા માટે કરી રહી છે જ્યારે બંનેના લગ્નને 6 વર્ષ થયા છે પરંતુ આજદિન સુધી રીવાબા તેમની અટક બદલી શક્યા નથી.  આ સાથે જ નયનાબાએ રીવાબાને સવાલ કર્યો હતો કે, રીવાબા રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકના મતદાર છે, પરંતુ તેઓ જામનગર ઉત્તરમાંથી કેવી રીતે ચૂંટણી લડી શકે?. રીવાબા પોતાના માટે પણ મત આપી શકશે નહીં, તો તે કેવી રીતે આશા રાખી શકે કે અન્ય લોકો તેમને મત આપે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?