અમદાવાદના દરિયાપુરમાં રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. દરિયાપુરમાં કડિયા શેરી પાસે ઘરની બાલ્કની ધરાશાયી થતાં 11 લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. જો તે તેમાંથી એક ઘાયલનું તો સારવાર દરમિયાન જ થયું હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોમાં 2 બાળકો, 3 મહિલા અને 6 પુરુષોનો પણ સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે કડિયાનાકા પાસે હનુમાનજી મંદિર પાસે સ્લેબ પડતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. દુર્ઘટના બાદ સીઆઈએસએફ અને સ્થાનિક પોલીસે લોકોને દુર્ઘટનાના સ્થળેથી દૂર ખસેડ્યા હતા.
ઘાયલોની ચાલી રહી છે સિવિલમાં સારવાર
અમદાવાદના દરિયાપુરમાં સ્લેબ તૂટવાની આ ઘટનામાં 10 થી 15 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. તમામ ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં 2 બાળકો, 3 મહિલા અને 6 પુરુષોનો પણ સમાવેશ થાય છે. તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના સમાચાર મળતા જ પોલીસ, હોમગાર્ડના જવાનો પહોંચ્યા હતા અને અને સ્થાનિકોની મદદથી ઘાયલોને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિલના ટ્રોમા સેન્ટરમાં ઘાયલોને ત્વરિત સારવાર આપવામાં આવી રહી છે. આ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના મતે જે ગેલેરી તૂટી પડી તેના પર પાંચથી છ લોકો ઉભા હતા.