કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ધોળા દિવસે ગોળી મારી હત્યા, રાજપૂત સમાજમાં રોષ


  • Published By :
  • Published Date : 2023-12-05 16:31:18

રાજસ્થાનની રાજધાની જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ હડકંપ મચી ગયો છે, હત્યાના સમાચાર વાયુવેગે શહેરમાં પ્રસરી ગયા હતા, પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલાખોરો સુખદેવ સિંહ ગોગામેડી પર ચાર ગોળી મારી ફરાર થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ગોળીબાર બાદ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 


સ્કૂટર પર આવ્યા હતા હુમલાખોરો


સુખદેવ સિંહ ગોગામેડીને તાત્કાલિક મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના વખતે હાજર રહેલા અજીત સિંહ પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. પોલીસનું કહેવું છે કે સુખદેવ સિંહ ગોગામેડી મંગળવારે બપોરે લગભગ 1.45 વાગ્યે શ્યામ નગર જનપથ સ્થિત ઘરમાં હતા, હુમલાખોરો સ્કૂટર પર આવ્યા હતા. 

 

રાજપૂત સમાજમાં રોષ


સુખદેવ સિંહ ગોગામેડીની ધોળાદિવસે ગોળી મારીને હત્યા થતા સમગ્ર રાજ્યમાં સનસનાટી મચી ગઈ છે. ગોગામેડીની હત્યાના સમાચાર મળતા મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં ઉમટી પડ્યા છે. સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. તેમની હત્યાનો છેલ્લો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?