નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી વિવિધ સ્થળો, માર્ગ અને ઈમારતો તથા સ્મારકોના નામ બદલવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા ઔરંગઝેબ રોડનું નામ બદલીને એપીજે અબ્દુલ કલામ રોડ કરવામાં આવ્યું હતું. તે જ પ્રકારે હવે સરકારે રાષ્ટ્રપતિ ભવનના પ્રખ્યાત મુઘલ ગાર્ડનનું નામ બદલી નાખ્યું છે. મોદી સરકારે આજે મુઘલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન રાખ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે મુઘલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન હવે 'અમૃત ઉદ્યાન'ના નામથી ઓળખાશે. રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન તેની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે, તેને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે.
શા માટે બદલાયું નામ?
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સ્વતંત્રતાના અમૃત મહોત્સવ’ અંતર્ગત ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના બગીચાનું ‘અમૃત ઉદ્યાન ‘ સ્વરૂપે ઉદ્ઘાટન કર્યું છે. ગાર્ડનને એક સામાન્ય નામ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિના નાયબ પ્રેસ સચિવ નાવિકા ગુપ્તાએ આ અંગે જાણકારી આપી હતી.
‘अमृतकाल’ में ‘गुलामी की मानसिकता’ से बाहर आने के क्रम में मोदी सरकार का एक और ऐतिहासिक फैसला...
राष्ट्रपति भवन में स्थित “मुगल गार्डन” अब “अमृत उद्यान” के नाम से जाना जाएगा।#AmritUdyan pic.twitter.com/4NstQx7zML
— Sambit Patra (@sambitswaraj) January 28, 2023
'અમૃત ઉદ્યાન' 31 જાન્યુ.થી 26 માર્ચ સુધી ખુલ્લો રહેશે
‘अमृतकाल’ में ‘गुलामी की मानसिकता’ से बाहर आने के क्रम में मोदी सरकार का एक और ऐतिहासिक फैसला...
राष्ट्रपति भवन में स्थित “मुगल गार्डन” अब “अमृत उद्यान” के नाम से जाना जाएगा।#AmritUdyan pic.twitter.com/4NstQx7zML
રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમૃત ઉદ્યાન (મુગલ ગાર્ડન) આ વર્ષે 31મી જાન્યુઆરીથી 26મી માર્ચ સુધી જનતા માટે ખુલ્લો રહેશે. આ પછી તે 28 માર્ચે ફક્ત ખેડૂતો માટે અને 29 માર્ચે દિવ્યાંગ લોકો માટે ખોલવામાં આવશે. આ પછી 30 માર્ચે પોલીસ, સુરક્ષા દળો અને સેનાના પરિવારો માટે ગાર્ડન ખુલ્લો મુકવામાં આવશે. આ દરમિયાન મુલાકાતીઓ સુંદર ફૂલોનો આનંદ માણી શકશે. અમૃત ઉદ્યાનના 7500 મુલાકાતીઓને સવારે 10 વાગ્યાથી 12 વાગ્યાં સુધી ટિકીટ આપવામાં આવશે, ત્યારબાદ 12થી 4 વાહ્યાં સુધી 10,000 લોકોને પ્રવેશ મળશે.
'અમૃત ઉદ્યાન'ની વિશેષતા શું છે?
રાષ્ટ્રપતિ ભવનનો અમૃત ઉદ્યાન (મુઘલ ગાર્ડન) તેની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ બગીચો 5 એકરમાં ફેલાયેલો છે. તેને જોવા માટે દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. અહીં 138 પ્રકારના ગુલાબ, 10,000 થી વધુ ટ્યૂલિપ બલ્બ અને 70 વિવિધ પ્રજાતિઓના લગભગ 5,000 મોસમી ફૂલોની પ્રજાતિઓ છે. આ બગીચો દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો હતો, ત્યારથી દર વર્ષે વસંત ઋતુમાં તેને લોકો માટે ખોલવામાં આવે છે. આ ગાર્ડન આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ છે. લોકો QR કોડથી છોડની જાણકારી મેળવી શકે છે.