શું India નામને હટાવી રહી છે સરકાર?, G-20ના નિમંત્રણ પત્રમાં 'Bharat' લખાતા થયો હોબાળો


  • Published By :
  • Published Date : 2023-09-05 18:12:15

શું દેશનું નામ ઈન્ડિયાથી બદલીને હવે ભારત કરી દેવામાં આવ્યું છે? પરંપરાગત રીતે રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા  'President of India'ની જગ્યાએ હવે 'President of Bharat'નો ઉપયોગ સત્તાવાર રીતે કરવામાં આવ્યો છે. ભારતની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહેલા જી-20 સમેલનમાં ઉપસ્થિત રહેનારા રાષ્ટ્રાધ્યક્ષોને મોકલવામાં આવેલી આમંત્રણ પત્રિકા પર હવે  'President of Bharat' લખવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જી-20ના વિદેશી નેતા અને મુખ્યમંત્રીઓને 9 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત ડિનર માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ આંતરરાષ્ટ્રિય સ્ટેજ પર નામકરણમાં મોટા ફેરફારનું પ્રતિક છે.


જયરામ રમેશે વાંધો ઉઠાવ્યો


કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ મુદ્દે આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે તો શું આ સમાચાર સત્ય છે રાષ્ટ્રપતિ ભવને 9 સપ્ટેમ્બરના રોજ જી20 ડિનર માટે સામાન્ય રીતે 'President of India' ની જગ્યાએ  'President of Bharat'ના નામ પર આમંત્રણ મોકલ્યું છે. હવે બંધારણમાં અનુચ્છેદ 1 માં વાંચવામાં આવશે, જે India હતું. રાજ્યોનો એક સંઘ હશે. પરંતું હવે આ રાજ્યોના સંઘ પર પણ હુમલો થઈ રહ્યો છે. 


ભારતને બદલે ભારત બોલોઃ RSS


ત્રણ દિવસ પહેલા RSSના સરસંઘ ચાલક મોહન ભાગવતે એક કાર્યક્રમ દરમિયાન લોકોને Indiaને બદલે ભારત નામનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'સદીઓથી આ દેશનું નામ ભારત છે, India નહીં. તેથી આપણે તેના જૂના નામનો જ ઉપયોગ કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે ભાષા ગમે તે હોય, નામ એક જ રહે છે. ભાગવતે કહ્યું, 'આપણો દેશ ભારત છે અને આપણે તમામ વ્યવહારિક ક્ષેત્રોમાં India શબ્દનો ઉપયોગ બંધ કરવો પડશે અને ભારત શબ્દનો ઉપયોગ શરૂ કરવો પડશે, તો જ પરિવર્તન આવશે. આપણે આપણા દેશને ભારત કહેવો પડશે અને બીજાને પણ સમજાવવા પડશે.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.