ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં હવે VIP પ્રથા, રૂ. 500 ચુકવી ઠાકોરજીના કરી શકાશે નજીકથી દર્શન


  • Published By :
  • Published Date : 2023-08-25 18:40:09

ડાકોરના ઠાકોર તરીકે સુપ્રસિધ્ધ ખેડાના ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિરમાં હવે ઠાકોરજીના નજીકથી દર્શન થઈ શકશે. આ માટે VIP દર્શનની સુવિધા ઉભી કરવામાં આવી છે. ટેમ્પલ કમિટીએ સર્વાનુંમતે લીધો છે તે મુજબ હવેથી ડાકોર મંદિરમાં ભક્તોને  VIP દર્શનની સુવિધા આપવામાં આવશે. 500 રૂપિયા ચુકવીને કોઈ પણ શ્રધ્ધાળું  VIP દર્શન સુવિધાનો લાભ લઈ શકશે. હવે શ્રધ્ધાળું ઠાકોરજીની સન્મુખ કીર્તન જાળીમાં ઉંબરા પાસે જઇને ભગવાનના નજીકથી દર્શન કરી શકશે. પ્રારંભિક તબક્કે VIP દર્શન માટે કાઉન્ટર પર જ ચાર્જ ચૂકવી દર્શન માટે મંજૂરી મેળવી શકાશે. જાહેરાતના પ્રથમ દિવસે ગુરુવારે જ 7 દર્શનાર્થીઓ 500 રૂપિયા અને 3 વ્યક્તિએ 250 રૂપિયા ચાર્જ ચૂકવી VIP દર્શન કર્યા હતા. 


પુરૂષ અને મહિલા દર્શનાર્થીઓ માટે આ છે દર્શનના રેટ


ડાકોરના ઠાકોર રણછોડરાયજીના મંદિરમાં પુરુષ દર્શનાર્થીઓ માટે 500 જ્યારે મહિલા દર્શનાર્થીઓ માટે 250 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. 12 વર્ષથી નાની ઉંમરના બાળકો હશે તો તેમની અલગથી ટિકિટ લેવાની જરૂર પડશે નહીં. આ માટે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.


ટેમ્પલ કમિટીના નિર્ણયથી શ્રધ્ધાળુમાં રોષ


રણછોડરાયજીના મંદિરમાં હાલ કાઉન્ટર પર ચાર્જ ચૂકવી VIP દર્શનની મંજૂરી મેળવી શકાય છે. ભવિષ્યમાં આ સુવિધા ઓનલાઈન પણ કરવાની તૈયારી ચાલી રહી છે. જોકે, VIP દર્શનના કલ્ચરથી ગરીબ ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. VIP દર્શનનો ચાર્જ ગરીબ અને મધ્યમવર્ગના ભક્તોને પોષાય તેમ નથી. દર મહિને પૂનમ ભરવા આવતા દર્શનાર્થીઓને હાલાકી પડી શકે છે. જો કે યાત્રાધામ ડાકોરમાં વીઆઈપી એન્ટ્રી અંગેના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો છે. ડાકોર ટેમ્પલ કમિટીના ચેરમેન અને સેવક આગેવાનોના જણાવ્યા પ્રમાણે આ પ્રકારે વીઆઇપી એન્ટ્રીથી જે રકમ ભેગી થશે તેનો ઉપયોગ ડાકોર મંદિરના વિકાસ પાછળ ખર્ચ કરવામાં આવશે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...