2022 શરૂ થતાં બોલિવુડમાં બોયકોટની હવા ચાલી. અનેક અભિનેતાઓની ફિલ્મોએ બોયકોટનો સામનો કર્યો છે. તે બધા વચ્ચે ભારે વિવાદમાં પડેલી રણબીર અને આલિયાની બ્રહ્યાસ્ત્રને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પહેલા દિવસે જ બ્રહ્યાસ્ત્રએ બોક્સ ઓફિસ પર સારી ઓપનિંગ કરી આશરે 40 કરોડની કમાણી કરી છે.
બોયકોટ ટ્રેન્ડથી બચી બ્રહ્માસ્ત્ર
અનેક સમયથી બોલિવુડ ફિલ્મોને બોયકોટનો સામનો કરવો પડી રહ્યો છે. લાલ સિંહ ચડ્ડા, રક્ષાબંધન જેવી અનેક ફિલ્મો જોવાનું લોકોએ ટાળ્યું છે. ત્યારે રિલીઝ થયેલી બ્રહ્યાસ્ત્ર પણ અનેક વિવાદોમાં ઘેરાઈ હતી. લાગતું હતું કે બોક્સ ઓફિસ પર તે ફ્લોપ થશે, દર્શોકોના પણ ફાંફા પડશે પરંતુ લોકો આલિયા અને રણવીરની જોડીને પસંદ કરી રહ્યા છે.
આશરે 400 કરોડના ખર્ચે આ ફિલ્મ બની છે. બ્રહ્યાસ્ત્રને લઈ અનેક વિવાદ સર્જાયા છે. પરંતુ આ ફિલ્મ આલિયાના હજી સુધીના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની શકે છે. 2022માં દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મ ફ્લોપ થઈ રહી છે ત્યારે આલિયાની ગંગૂબાઈ કાઠીયાવાડીએ પણ સારી કમાણી કરી હતી.
આલિયાની કમાણી કરનાર ફિલ્મ
અનેક ફિલ્મોમાં આલિયાએ અભિનય કર્યો છે. ટોપ ઓપનિંગ વાળી ફિલ્મોમાં કલંક (21.60 કરોડ), ગલી બોય (19.40 કરોડ), શાનદાર (13.10 કરોડ), 2 સ્ટેટ્સ (12.42 કરોડ) છે અને હવે બ્રહ્માસ્ત્રનો સમાવેશ થવા જઈ રહ્યો છે.