ઉત્તર પ્રદેશની રામપુર કોર્ટે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને હેટ સ્પીચ મામલામાં દોષી જાહેર કરી 3 વર્ષની સજા ફટકારી દીધી છે. સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને કોર્ટની કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા હતા અને આજે કોર્ટે આઝમ ખાનને સજા ફટકારી હતી. વર્ષ 2019માં ચૂંટણી દરમિયાન આઝમ ખાને મિલક તાલુકામાં ભડકાઉ ભાષણ આપ્યું હતું જેમાં કોર્ટે તેમને દોષી જાહેર કરી 25 હજાર રૂપિયાનો દંડ અને 3 વર્ષની સજા ફટકારી દીધી છે.
આઝમ ખાને નફરત ફેલાતું ઝેર ઓક્યું હતું
7 એપ્રિલ 2019માં રામપુરના સમાજવાદી પાર્ટીના નેતા અને બહુજન સમાજ પાર્ટીના સંયુક્ત ઉમેદવાર મોહમ્મદ આઝમ ખાને પોતીની ચૂંટણી સભામાં ભાષણ દરમિયાન રામપુરના અધિકારીઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર શાબ્દીક પ્રહારો કર્યા હતા. સમગ્ર મામલે ચૂંટણી પંચે નોંધ લીધી હતી અને કાર્યવાહીના આદેશ આપ્યા હતા. ચૂંટણી પંચના વીડિયો ટીમના ઈન્ચાર્જે ફરિયાદ દાખલ કરી હતી જે મામલે આજે સુનાવણી કરવામાં આવી હતી અને આઝમ ખાનને 25 હજારનો દંડ અને 3 વર્ષની જેલની સજા ફટકારી છે. આઝમ ખાન સામે ચૂંટણી દરમિયાન ભડકાઉં ભાષણ અને નફરત ફેલાવવા જેવા ગુના નોંધવામાં આવ્યા છે.