હિંદુઓને લઈ રમેશ ફેફરે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું : ત્રેતાયુગમાં બ્રાહ્મણો અધર્મી થતા ભગવાન રામે... સાંભળો તેમનું નિવેદન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-26 16:35:35

રાજકોટમાં રહેતા રમેશ ફેફર પોતાને કલ્કી અવતાર કહે છે. પોતાના નિવદેનને લઈ રમેશ ફેફર ચર્ચામાં રહે છે. ત્યારે તેમણે એક વિવાદીત નિવેદન આપ્યું છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે ત્રેતાયુગમાં બ્રાહ્મણો અધર્મી થતા ભગવાન રામે ક્ષત્રિયના ઘરે જન્મ લીધો. દયાનંદ સરસ્વતી પણ રાક્ષસ હતા. કળિયુગમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, અને વેપારીઓ ભ્રષ્ટ થઈ ગયા છે. કળિયુગમાં શેરીની સફાઈ કરનાર જ શ્રેષ્ઠ છે. 

ચંદ્રયાન-3એ વડાપ્રધાન મોદીનો પબ્લિસિટી સ્ટંટ છે - રમેશ ફેફર

વધુમાં તેમણે કહ્યું કે આગામી 7 વર્ષમાં હું બ્રાહ્મણ, ક્ષત્રિય અને વ્યાપારીઓને હાર્ટ એટેકથી મારી નાખીશ. હિન્દુ ધર્મના બધા મંદિરો પેટ ભરવાના સાધન છે. શા માટે દાન પેટી પ્રથમ આવે છે અને ત્યાર બાદ મૂર્તિના દર્શન થાય છે? રાજકોટના રમેશ ફેફરે કહ્યું હતું કે, મારું એક વખત મૃત્યુ થઈ ચૂક્યું છે. હું 14 દિવસ મારા શરીરમાં નહોતો. તે ઉપરાંત તેમણે ચંદ્રયાન વિશે વાત કરતા કહ્યું કે ચંદ્રયાન-3એ વડાપ્રધાન મોદીનો પબ્લિસિટી સ્ટંટ છે. 

ભાજપ કૌરવ સેના છે - રમેશ ફેફર

વિષ્ણુ ભગવાનનો 9મો અવતાર ઈશુ ખ્રિસ્ત હતા પરંતુ 9મો અવતાર ભગવાન બુધ્ધ નહોતા. હું વિષ્ણુ ભગવાનનો દસમો અવતાર છું. સોનિયા ગાંધી ત્રીજટાનો અવતાર છે. સોનિયા ગાંધીએ સીતાજીની ખુબ સેવા કરી છે. શ્રીરામના આશીર્વાદથી જ સોનિયા ગાંધીને રાજપાટ મળ્યું હતું. જ્યારે ભાજપ કૌરવ સેના છે.



રમેશ ફેફરની કરી લેવાઈ અટકાયત   

મહત્વનું છે કે રમેશ ફેકર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને મળતી માહિતી અનુસાર તેમની અટકાયત કરી લેવામાં આવી છે. હિંદુઓ માટે આપેલા નિવદેનને કારણે અનેક હિંદુઓની લાગણી દુભાઈ હશે. જે રમેશ ફેકરે આવું નિવેદન આપ્યું છે તે પોતાને કલ્કિ અવતાર ગણાવે છે. મહત્વનું છે કે બ્રાહ્મણો માટે આપેલા નિવેદનને લઈ અલગ અલગ લોકોની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસના હેમાંગ રાવલે એક જાહેરાત કરી છે કે જે પણ રમેશ ફેફરનું મોઢું કાળુ કરશે તેમને 11 હજારનું ઈનામ આપવામાં આવશે. 


શું કહે બંધારણ?   

Article 15 એટલે કે એવો મૌલિક અધિકાર જે હેઠળ કોઇ પણ ભારતીય નાગરિક પાસેથી એનો ધર્મ, નસ્લ, જાતિ, લિંગ અથવા જન્મ સ્થાનના આધાર પર ભેદ ભાવ કરવામાં આવશે નહીં. સરકાર અને સમાજની આ જવાબદારી છે કે તેઓ કોઇ આવો ભેદભાવ થવા દે નહીં. અમે આ માધ્યમથી કોઈ પણ સમાજ વિશે ઉચ્ચારેલા આવા વાક્યોની નિંદા કરીએ છીએ. 


ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?