ભાજપના MP રમેશ બિધૂડીએ લોકસભામાં BSP સાંસદ દાનિશ અલીને ઉગ્રવાદી કહેતા થયો હોબાળો, વિપક્ષોએ આપી કડક પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-09-22 22:52:56

સંસદના વિશેષ સત્રમાં વિવિધ ચર્ચાઓ દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. દરમિયાન, ગઈકાલે લોકસભામાં ચંદ્રયાન-3ની સફળતાની ચર્ચા થઈ રહી હતી ત્યારે ભાજપના સાંસદ રમેશ બિધૂડીએ બસપાના સાંસદ દાનિશ અલી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેનાથી હોબાળો મચી ગયો હતો. બિધૂડીના નિવેદન બાદ સ્પીકર ઓમ બિરલાએ પણ તેમને ચેતવણી આપવી પડી હતી.


સાંસદે દાનિશને ઉગ્રવાદી કહેતા થયો હોબાળો 


ચંદ્રયાન 3 ની સફળતા અંગે ચર્ચા કરતી વખતે રમેશ બિધૂડીએ ઘણી વાંધાજનક ટિપ્પણીઓ કહી હતી. પોતાનું ભાષણ આપતાં તેમણે કહ્યું કે પીએમને શ્રેય આપવો જોઈએ કારણ કે તેમણે કામ કર્યું છે. આ દરમિયાન સાંસદ દાનિશનો અવાજ સાંભળીને બિધૂડી ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે દાનિશને ઉગ્રવાદી કહ્યા હતા આ ઉપરાંત તેમણે અન્ય ઘણી વાંધાજનક વાતો કહી હતી.


ઓમ બિરલાએ ચેતવણી આપી, રાજનાથે ખેદ વ્યક્ત કર્યો


લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગૃહમાં ભાજપના સાંસદ રમેશ બિધુડીની વાંધાજનક ટિપ્પણીઓ પર નારાજગી વ્યક્ત કરી છે અને જો ભવિષ્યમાં આવી વર્તણૂકનું પુનરાવર્તન થશે તો કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી. બિધુડી દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી બાદ તરત જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ગૃહમાં ખેદ વ્યક્ત કર્યો હતો.


વિપક્ષે કડક કાર્યવાહીની માંગ કરી  


BSP સાંસદ કુંવર દાનિશ અલી પર બિધુડીની ટિપ્પણીથી સંસદમાં હોબાળો થયો અને વિપક્ષી નેતાઓએ તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી. તે જ સમયે, કોંગ્રેસે પણ બિધુડીની ટિપ્પણી પર પીએમ મોદી પર નિશાન સાધ્યું અને પૂછ્યું કે શું પીએમ મોદી હવે આ અંગે કાંઈ કહેશે?


ઓમર અબ્દુલ્લાએ કહ્યું- ભાજપનું સત્ય સામે આવ્યું 


નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ પણ રમેશ બિધુડીના ઉગ્રવાદી અંગેના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, આ શબ્દોનો ઉપયોગ સમગ્ર મુસ્લિમ સમુદાય વિરુદ્ધ કરવામાં આવ્યો છે, હું સમજી શકતો નથી કે ભાજપ સાથે જોડાયેલા મુસ્લિમો આ કેવી રીતે સહન કરી શકે છે? આ દર્શાવે છે કે તેઓ મુસ્લિમો વિશે શું વિચારે છે.


બિધુડી જે બોલી રહ્યા છે તે જ ભાજપનો બદઈરાદો છેઃ જયરામ રમેશ


કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે પણ રમેશ બિધુડીના નિવેદનની નિંદા કરી છે. જયરામે કહ્યું કે રક્ષા મંત્રી રાજનાથ સિંહે માફી માંગી છે, પરંતુ તે પૂરતું નથી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે સંસદની અંદર કે બહાર આ ભાષાનો ઉપયોગ ન થવો જોઈએ. આ માત્ર દાનિશ અલીનું જ નહીં પરંતુ આપણા બધાનું અપમાન છે.


જયરામે વધુમાં કહ્યું કે બિધુડી જે બોલી રહ્યા છે તે બીજેપીનો બદઈરાદો છે, મને લાગે છે કે આ સસ્પેન્શનનો યોગ્ય મામલો છે અને બિધુડી સામે કડક કાર્યવાહી થવી જોઈએ.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?