રામચરિત માનસમાં બધુ બકવાસ, પુસ્તર પર પ્રતિબંધ લગાવો: સ્વામી પ્રસાદ મૌર્ય


  • Published By :
  • Published Date : 2023-01-22 18:45:28

બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે તાજેતરમાં જ રામચરિત માનસને લઈને વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું, ત્યાર બાદ બાદ ભારે હોબાળો થયો હતો. પરંતુ હવે સમાજવાદી પાર્ટીના નેતા અને MLC સ્વામી પ્રસાદ મૌર્યએ પણ રામચરિત માનસને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ધર્મ કોઈ પણ હોય, અમે તેનું સન્માન કરીએ છીએ. પરંતુ ધર્મના નામે એક ચોક્કસ જાતિ, ચોક્કસ વર્ગને અપમાનિત કરવાનું કામ કરવામાં આવ્યું છે, અમે તેના પર વાંધો નોંધાવીએ છીએ.


રામચરિત માનસ પર પ્રતિબંધ મુકો


સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે કરોડો લોકો રામચરિત માનસ વાંચતા નથી, આ બધુ બકવાસ છે. તુલસીદાસે પોતાની ખુશી માટે આ લખ્યું છે. સ્વામી પ્રસાદ મૌર્ય અહીં જ અટક્યા નહોતા, તેમણે કહ્યું કે આ બાબતનું સંજ્ઞાન લઈને સરકારે રામચરિત માનસમાંથી વાંધાજનક ભાગને બાકાત કરી દેવો જોઈએ અથવા તો આ આખા પુસ્તક પર પ્રતિબંધ મૂકવો જોઈએ.


રામચરિતમાનસનાં કેટલાક અંશો સામે વાંધો


સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે તુલસીદાસના રામચરિતમાનસમાં કેટલાક અંશો છે, જેના પર અમને વાંધો છે. કારણ કે કોઈ પણ ધર્મમાં કોઈની સાથે દુર્વ્યવહાર કરવાનો અધિકાર નથી. તુલસીદાસની રામાયણમાં ચોપાઈ છે. આમાં તે શુદ્રોને નીચી જાતિનું પ્રમાણપત્ર આપી રહ્યા છે.


બિહારના શિક્ષણમંત્રીએ પણ કરી હતી ટીકા


આ પહેલા મહાકાવ્ય રામચરિતમાનસ વિશે અપમાનજનક ટિપ્પણીઓને કારણે બિહારના શિક્ષણ પ્રધાન ચંદ્રશેખરની મુશ્કેલીઓ વધી રહી હતી. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવતી બિહારના એકથી વધુ જિલ્લાની અદાલતોમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે, જ્યારે તેમની પાર્ટીએ કહ્યું કે તેમણે વાસ્તવમાં ભાજપનો વિરોધ કર્યો હતો, જે કમંડલવાદીઓનું પ્રતિનિધિત્વ કરે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?