અમદાવાદના વાડજ વિસ્તારમા આવેલા રામાપીર ટેકરા વિસ્તારમાં ગરીબોના મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપાલિટીની ટીમે ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે ડિમોલિશનની કામગીરી શરૂ કરી તેને રોકવા માટે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે તાત્કાલિક કાર્યવાહી સ્થગિત કરવાનું સફળતાપૂર્વક નિવેદન કર્યું હતું.
लोगों का यह आरोप है कि उन्हें अपनी बस्ती खाली करवाने के लिए बिल्डरों के गुंडों द्वारा तलवार दिखाकर डराया जा रहा हैं। बनावटी दस्तावेज़ खड़े कर भ्रष्टाचार भी किया गया हैं जिसके अंदर बिल्डर और कई सरकार अधिकारी शामिल हैं।@AmdavadAMC @CMOGuj @dgpgujarat @AhmedabadPolice
— Jignesh Mevani (@jigneshmevani80) January 10, 2023
મેવાણીએ ટ્વિટ કરી સરકાર પર લગાવ્યા આરોપ
लोगों का यह आरोप है कि उन्हें अपनी बस्ती खाली करवाने के लिए बिल्डरों के गुंडों द्वारा तलवार दिखाकर डराया जा रहा हैं। बनावटी दस्तावेज़ खड़े कर भ्रष्टाचार भी किया गया हैं जिसके अंदर बिल्डर और कई सरकार अधिकारी शामिल हैं।@AmdavadAMC @CMOGuj @dgpgujarat @AhmedabadPolice
— Jignesh Mevani (@jigneshmevani80) January 10, 2023રામાપીરના ટેકરા વિસ્તારમાં મ્યુનિસિપાલિટીની ટીમે ડિમોલિશનની કામગીરી શરૂ કરી તેને લઈ જીજ્ઞેશ મેવાણીએ ટિ્વટ કરી રાજ્ય સરકાર પર બિલ્ડરોને મદદ કરાવાના હેતુથી વગર મંજુરીએ 250થી વધુ પરિવારોના ઘરોને તોડવાનો આરોપ લગાવ્યો હતો. બિલ્ડરો દ્વારા મોકલવામાં આવેલા ગુંડાઓએ તલવારની ધારે લોકોને ડરાવ્યા હોવાનો તથા બનાવટી દસ્તાવેજો દ્વારા ભ્રષ્ટાચાર આચરવાનો અને તેમાં બિલ્ડરો અને સરકારી અધિકારીઓની સાંઠગાઠનો પણ મેવાણીએ આરોપ લગાવ્યો હતો.
અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની હાજરીમાં વસ્તીના મકાનો પર બુલ્ડોઝર ચલાવાયું હતું. જે લોકોએ ઝુંપડાઓ બંધાવ્યા હતા તેના મકાનો હટાવવાના હતા. અહીં આવાસ બનાવવાની યોજનાઓ છે.