અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં આજે રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી . પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દિવાળી જેવો માહોલ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા હતા. પીએમ મોદીના માતા પ્રત્યેના લગાવને કોણ નથી જાણતું? પીએમ મોદીની માતા જ્યાં રહેતા હતા તે ઘરને સારી રીતે સજાવવામાં આવ્યું છે.
દેશમાં દિવાળી જેવો માહોલ!
દેશવાસીઓમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ એવો ઉત્સાહ છે કે જાણે બીજી વખત દિવાળી ઉજવી રહ્યા હોય. ગુજરાત પણ રામમય બન્યું હોય તેવું લાગી રહ્યું છે. રસ્તાઓ પર રામ ભગવાનની ધ્વજાઓ ફરકાવવામાં આવી છે. રોશની કરવામાં આવી છે. આજના દિવસે ઘરમાં દીવા કરવામાં આવે તેવી વાત પીએમ મોદી દ્વારા કરવામાં આવી હતી. આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જે પીએમ મોદીના ઘરનો છે. પીએમ મોદીના માતા જે ઘરમાં રહેતા હતા તે ઘરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.
પીએમ મોદીના ભત્રીજા અને ભત્રીજા વહુએ ઘરને સજાવ્યું!
પીએમ મોદીના માતાના રૂમને સજાવવામાં આવતા એક વીડિયો પણ સામે આવ્યો છે.પીએમ મોદીના ભત્રીજા અને ભત્રીજાવહુએ આ રૂમ સજાવ્યો હતો. જણાવી દઈએ કે પીએમ મોદીની માતા તેમના પુત્ર પંકજ મોદીના ઘરે રહેતા હતા. તેમના આ ઘરને શણગારવામાં આવી રહ્યું છે. ઘરની સજાવટનો જે વીડિયો સામે આવ્યો છે તે પીએમ મોદીના નાના ભાઈ પંકજ મોદીના ગાંધીનગર સ્થિત ઘરનો છે. પીએમ મોદીની માતા પણ અહીં રહેતા હતા.
પંકજ મોદીના દીકરાએ વાંસળી વગાડી!
આ વીડિયોમાં પંકજ મોદીનો પુત્ર સચિન અને ભત્રીજા વહુ ઉન્નતિ રંગોળી બનાવતા અને વાંસળી વગાડતા જોવા મળે છે. વીડિયોમાં સચિન મુરલી પર ‘મેરી ઝોપડી કે ભાગ્ય આજ ખુલ જાયેંગે’ની ધૂન વગાડતા જોવા મળે છે જ્યારે તેમની પત્ની ઉન્નતિ ઘરને રંગોળી બનાવી રહ્યા છે. ઘરના છોડને પણ સજાવવામાં આવ્યા છે. રંગોળીની સાથે ઘરને ફૂલોથી પણ શણગારવામાં આવ્યું છે.