રામ મોકરિયાના ઉછીના રુપિયાનો મામલો ફરી ગાજ્યો, કોંગ્રેસના આ નેતાએ સવાલ ઉઠાવતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2023-06-27 16:58:50

ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાની એક સોશિયલ મીડિયા પોસ્ટ થોડા  દિવસો પહેલા ખુબ વાયરલ થઈ હતી. આ પોસ્ટમાં તેમણે ભાજપના એક સિનિયર નેતા પર તેમના દ્વારા આપવામાં આવેલા ઉછીના રૂપિયા પરત નહીં આપવાનો આરોપ લગાવ્યો હતો. રામ મોકરિયાની આ પોસ્ટ બાદ ખળભળાટ મચી ગયો હતો. રાજકીય વર્તુળોમાં આ સિનિયર કોણ છે તે અંગે અનેક તર્ક-વિતર્કો કરવામાં આવ્યા હતા. રામ મોકરિયાના જણાવ્યા પ્રમાણે આ રકમ કરોડોમાં હતી. જો કે હવે આ મામલે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. કોંગ્રેસના અગ્રણી નેતા મહેશ રાજપૂતે આ મુદ્દે સવાલ ઉઠાવતા રામ મોકરીયાની હાલત કફોડી બની છે. આ સમગ્ર મામલે તેમણે મૌન સેવ્યું છે.


મહેશ રાજપૂતના આરોપોએ મોકરિયાની ચિંતા વધારી


રાજ્ય સભા સાંસદ રામભાઈ મોકરિયાની ફેસબુક પોસ્ટ અંગે મહેશ રાજપૂતે તેમના પર આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે, રામભાઈ મોકરિયાએ તેમના ચૂંટણી સોગંદનામામાં 2008 અને 2011નો હિસાબ દર્શાવ્યો નથી. રામ મોકરીયાએ કોઈને મોટી રકમ ઉછીની આપી હોય તો રાજ્યસભાના ઉમેદવાર તરીકેના તેમના સોગંદનામામાં તે રકમનો ઉલ્લેખ કેમ કર્યો નથી? મહેશ રાજપૂતે વધુમાં કહ્યું હતું કે જ્યારે પણ કોઈ ઉમેદવાર કોઈપણ ચૂંટણી લડતા હોય ત્યારે તેમણે મિલકતો, દેવું, રોકડ રકમ સહિતની વિગતો સોગંદનામામાં રજૂ કરવી પડે.  જો કે રામ મોકરિયાએ આ રકમ વિશે કેમ ઉલ્લેખ કર્યો નથી.આ મિલકત કાળું નાણું હોઇ શકે છે. મહેશ રાજપૂતે દાવો કર્યો છે કે આ મુદ્દે તેઓ ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરશે અને સભ્યપદ રદ્દ કરવામાં આવે તેવી માંગ કરશે,જોકે રામ મોકરીયાએ આ મુદ્દે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.


સમગ્ર મામલે રામ મોકરિયાનું ભેદી મૌન


કોંગ્રેસના આરોપો અંગે જ્યારે સાંસદ રામ મોકરિયાનો સંપર્ક કરાયો તો તેમણે કંઇ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. રામ મોકરિયાએ દાવો કર્યો હતો કે "આ મારી વ્યક્તિગત બાબત છે અને તેનો જવાબ દેવો જરૂરી નથી હું મૌન રહેવા માંગુ છું.આ મુદ્દે મને પાર્ટી પુછશે તો હું જવાબ આપવા તૈયાર છું, જ્યાં સુધી સોગંદનામાની વાત છે તો આ મુદ્દે ફરિયાદ કરી શકે છે. મેં આ રૂપિયા અંગે ક્યારેય કોઇનું નામ લીધું નથી અને લેવા પણ માંગતો નથી."  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?