Cyber Crimeનો શિકાર બન્યા Ram mokariya, આટલા હજાર રુપિયા ટ્રાન્સફર કર્યા બાદ જાણ થઈ કે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-12 11:59:27

ટેક્નોલોજી જેમ જેમ વિકસી રહી છે તેમ તેમ માણસની પ્રગતિ થઈ રહી છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરી લોકો પોતાની આવડતને દુનિયા સમક્ષ મૂકતા હોય છે. જો ટેક્નોલોજીનો સારો ઉપયોગ કરવામાં આવે તો તે માણસના હિતમાં હોય છે પરંતુ જો તેનો દુરૂપયોગ કરવામાં આવે તો તે માનવસમાજને નુકસાન પહોંચાડી શકે છે. સાઈબર ક્રાઈમના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ઓનલાઈન ફ્રોડનો શિકાર સામાન્ય લોકો બની રહ્યા છે. પૈસા કમાવાની લાલચમાં અથવા તો લાઈક મેળવવાની લાલચમાં લોકો ઓનલાઈન ઠગાઈનો ભોગ બની રહ્યા છે. સામાન્ય માણસ તો ઓનલાઈન ઠગાઈનો શિકાર બનતા હોય છે પરંતુ આ વખતે ભાજપના સાંસદ રામ મોકરિયા ઓનલાઈન ફ્રોડનો શિકાર બની ગયા છે. એક વ્યક્તિએ સાંસદને 15000નો ચૂનો લગાવ્યો છે!

Rambhai Mokariya

ભાજપના સાંસદને લાગ્યો 15000 રુપિયાનો ચૂનો! 

ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ઓછા સમયમાં વધારે પૈસા કમાવવાની લાલચ લોકોના દિલમાં રહેલી હોય છે જેને કારણે આ ફ્રોડની ઘટનાઓ વધી રહી છે. મહેનત કરીને નહીં પરંતુ ઠગાઈ કરીને લોકો પાસેથી પૈસા આ ઠગો છીનવી લેતા હોય છે. એક લીંક ઓપન કરો અને બેન્ક બેલેન્સ ખાલી થઈ જાય તેવા કિસ્સાઓ અનેક વખત આપણી સામે આવ્યા છે. ઉપરાંત અને લોકો મની ટ્રાન્સફર કરાવી પણ આ ગુન્હાને આચરતા હોય છે. ત્યારે ભાજપના સાંસદ રામ મોકરિયા સાયબર ક્રાઈમનો શિકાર બન્યા છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિએ સાંસદને ફોન કર્યો અને કહ્યું કે તે ભાજપનો કાર્યકર છે અને તેને 15000 રુપિયાની જરૂર છે. પૈસા પડાવવા માટે ઠગે બહાનું કાઢ્યું કે પિતાનું મૃત્યુ થયું છે જેને કારણે પૈસાની જરૂર છે.

Fraud alert! Gurugram woman loses ₹76 lakh in app-based movie rating scam |  Mint

અનેક સામાન્ય લોકો બનેછે ઓનલાઈન ફ્રોડનો શિકાર

આ બાદ સાંસદ રામ મોકરિયાએ 15000 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. પૈસા ટ્રાન્સફર થયા બાદ જ્યારે તે યુવકનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું ત્યારે તેનું લોકેશન છત્તીસગઢ હોવાનું સામે આવ્યું. જે બાદ સાંસદને જાણ થઈ કે તેઓ છેતરપીંડિનો શિકાર બન્યા છે. મહત્વનું છે કે અનેક સામાન્ય માણસો આ ઓનલાઈન સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે. સાઈબર ફ્રોડના વધતા કેસોને જોતા સરકાર પણ આ વાતને ગંભીરતાથી લઈ રહી છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...