રાજ્યમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની એક સોશિયલ મીડિયા પોસ્ટએ રાજકીય વર્તુળોમાં જોરદાર જગાવી છે. રામ મોકરીયાની સોશિયલ મીડિયામાં કોમેન્ટ વાયરલના કારણે રાજ્યનું રાજકારણ ગરમાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રામ મોકરીયાએ તેમની ફેસબુક કોમેન્ટમાં લખ્યું છે કે, એક અબજોપતિ સિનિયર નેતાએ મારા પૈસા આપ્યા નથી. રામ મોકરિયાનો આ ઈશારો કોની તરફ છે તે અંગે અને તર્ક-વિતર્કો થઈ રહ્યા છે.
રામ મોકરિયાએ કોના પર સાધ્યું નિશાન?
ભાજપના અગ્રણી નેતા અને રાજ્ય સાંસદ રામ મોકરીયાએ તેમની સોશિય મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, એક અબજોપતિ સિનિયર નેતાએ મારા પૈસા આપ્યા નથી. તેમણે તે નેતાની નિયત પર સવાલ કરતા કહ્યું કે તેની દાનત ખરાબ હોવાથી મારા પૈસા આપ્યા નથી. તેમણે કહ્યું કે, એ નેતા 1990થી સરકારમાં જુદા જુદા પદે રહી ચૂક્યા છે તેમજ 1980થી આ નેતા રાજકારણમાં સક્રિય છે તેમણે વધુમાં લખ્યું છે કે, નેતા ગુજરાત બહાર હતા ત્યારે રિટાયર્ડ થયા હતા. અત્રે ઉલ્લેખનિય કે, સાંસદ રામ મોકરીયાની પોસ્ટ સૌરાષ્ટ્રના કોઈ ભાજપી નેતા પર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રકમ કરોડોમાં છે-રામ મોકરિયા
રામ મોકરિયાના જણાવ્યા પ્રમાણે ઘણા વર્ષોથી તે નેતા મોટી રકમનું ચૂકવણુ કરતા નથી. જો કે તેમણે તે નેતાનું નામ જાહેર કર્યું નહોતું. રામ ભાઈને પૂછવામાં આવ્યું કે અંદાજે કેટલી રકમ હશે તો તેમણે કહ્યું કે આંકડો કરોડોમાં છે. અંગત સંબંધના કારણે આ નાણાકિય વ્યવહાર કર્યો હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું. આ નેતા ભાજપ છે કે કોંગ્રેસના તેવું પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ભાજપના જ નેતા છે કોંગ્રેસના નેતા સાથે મારે આર્થિક વ્યવહાર કરવાનો હોય જ નહીં? રામ મોકરિયાએ તે પણ જણાવ્યું કે મારી પાસે તે નાણાકિય વ્યવહારના પુરાવા પણ છે. હિસાબ 2008નો છે પણ રકમ 2011થી બાકી છે. જો કે તે નેતા વડીલ હોવાથી કાઈ કહીં શકાતું નથી.