રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા: અંતે અડવાણી અને મુરલી મનોહર જોશીને મળ્યું આમંત્રણ, જાણો તેમણે શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-12-19 18:24:26

ભાજપના અગ્રણી નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમારોહ માટે આમંત્રણ મળ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ આલોક કુમારે મંગળવારે બંને વરિષ્ઠ નેતાઓને આમંત્રણ કાર્ડ આપ્યા હતા. રામ મંદિર ચળવળના પ્રણેતા, આદરણીય લાલ કૃષ્ણ અડવાણીજી અને આદરણીય ડૉ. મુરલી મનોહર જોશી જીને 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમની સાથે રામ મંદિર ચળવળ વિશે વાત થઈ હતી. બંને અગ્રણીઓએ કહ્યું કે તેઓ આવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. રામ મંદિરના અગ્રણી નેતાઓમાં સામેલ અડવાણી અને જોશીએ કહ્યું કે તેઓ આ સમારોહમાં હાજરી આપવા માટે તમામ પ્રયાસો કરશે. 




ન આવવા કરાઈ હતી વિનંતી


અગાઉ એવું જાણવા મળ્યું હતું કે સ્વાસ્થ્ય અને ઉંમરના કારણે બંને નેતાઓને આ કાર્યક્રમમાં ન આવવા વિનંતી કરવામાં આવી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે અડવાણી અને જોશી બંને પરિવારના વૃદ્ધ નેતા છે. તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને ન આવવા વિનંતી કરવામાં આવી હતી, જે તેમણે સ્વીકારી હતી. જોકે, હવે VHPએ સ્પષ્ટતા કરી છે કે લાલકૃષ્ણ અડવાણી અને ડૉ. મુરલી મનોહર જોશીને આમંત્રણ પત્રો આપવામાં આવ્યા છે અને બંને કાર્યક્રમમાં હાજરી આપવાનો પણ પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે અડવાણી 96 વર્ષના છે અને જોશી આવતા મહિને જાન્યુઆરીમાં 90 વર્ષના થશે.       


15 જાન્યુઆરી સુધી તૈયારીઓ પૂર્ણ કરાશે


રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમારોહની તમામ તૈયારીઓ 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. આ પૂજા 16મી જાન્યુઆરીથી શરૂ થશે અને 22મી જાન્યુઆરી સુધી ચાલશે. આ કાર્યક્રમમાં વિવિધ પરંપરાના 150 ઋષિ-સંતો અને છ દર્શન પરંપરાના શંકરાચાર્ય સહિત 13 અખાડાઓ ભાગ લેશે. કાર્યક્રમમાં ચાર હજાર જેટલા સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય 2200 અન્ય મહેમાનોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યા છે.


48 દિવસ સુધી મંડલ પૂજા થશે


કાશી વિશ્વનાથ, વૈષ્ણોદેવી જેવા મુખ્ય મંદિરોના વડાઓ, ધાર્મિક અને બંધારણીય સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. અભિષેક વિધિ બાદ ઉત્તર ભારતની પરંપરા મુજબ 24 જાન્યુઆરીથી 48 દિવસ સુધી મંડલ પૂજા યોજાશે. જ્યારે 23 જાન્યુઆરીથી સામાન્ય લોકો રામલલાના દર્શન કરી શકશે. અયોધ્યામાં ત્રણથી વધુ સ્થળોએ મહેમાનોના રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ સિવાય વિવિધ મઠો, મંદિરો અને ગૃહસ્થ પરિવારો દ્વારા 600 રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. 25મી ડિસેમ્બરથી ત્રણ મુખ્ય સ્થળોએ ભંડારા પણ શરૂ થશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?