લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ચાર તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ થઈ ગયું છે અને બાકીની ત્રણ તબક્કા ચૂંટણી માટે મતદાન થવાનું શેષ છે.. પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.. લોકસભા ચૂંટણી દરમિયાન રામ મંદિરની ચર્ચાઓ તમે સાંભળી હશે.. રાજનેતાઓ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવે છે.. ત્યારે રામ મંદિરનો મુદ્દો પીએમ મોદીએ ઉઠાવ્યો છે. બારાબંકીમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ તેમજ સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું હતું.,
અનેક એવા મુદ્દાઓ જે મતદાતાના માનસ પર અસર કરે છે
રામ મંદિર અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.. અનેક દાયકાઓ બાદ જ્યારે રામ ભગવાનની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થઈ ત્યારે અનેક ભક્તોની આંખોમાંથી હરખના આંસુ આવ્યા હતા.. આ વખતની ચૂંટણીમાં અનેક રાજનેતાઓના મુખેથી રામ મંદિરનો મુદ્દો સાંભળ્યો હશે.. જમાવટે જ્યારે ઈલેક્શન યાત્રા કરી ત્યારે રામ મંદિર અને કલમ 370 જેવા મુદ્દાઓ મતદાતાના માનસ પર અસર કરતા હતા.
રામ મંદિરને લઈ પીએમ મોદીએ કહ્યું કે
પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે
કોંગ્રેસ અને સપાએ રામલલ્લાને તંબુમાં રાખ્યા હતા. પોતાની વોટ બેંકને ખુશ કરવા માટે તેમણે કહ્યું કે મંદિરને બદલે ત્યાં ધર્મશાળા, શાળા કે હોસ્પિટલ બનાવવી જોઈએ. જ્યારે મંદિરનું નિર્માણ થયું ત્યારે તેમના પેટમાં આવા ઝેર ભરાઈ ગયા હતા, મને ખબર નથી કે તેમને રામ લલ્લા સાથે શું દુશ્મનાવટ હતી કે તેમણે અભિષેકનું આમંત્રણ નકારી કાઢ્યું. ના માત્ર કોંગ્રેસ પર પરંતુ તેમણે સમાજવાદી પાર્ટી પર પણ પ્રહાર કર્યા હતા.