અયોધ્યામાં જડબેસલાક સુરક્ષા, શહેર રેડ અને યલો ઝોનમાં વહેંચાયું, જાણો કેવી છે તૈયારીઓ


  • Published By :
  • Published Date : 2024-01-21 10:53:47

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. શહેરમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉદ્ઘાટનને હવે માત્ર એક જ દિવસ બાકી છે. સોમવાર (21 જાન્યુઆરી)ના રોજ અભિષેક બાદ મંદિર દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે. લગભગ 8 હજાર આમંત્રિત મહેમાનો અભિષેક સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે, આમાંના ઘણા VVIP ગેસ્ટ પણ છે. 8 હજાર મહેમાનો ઉપરાંત, અન્ય ભક્તોની ભીડ પણ આ સમારોહમાં ભાગ લેવા માટે મંદિરમાં ઉમટી પડશે. આવી સ્થિતિમાં અહીં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 


અયોધ્યામાં જડબેસલાક સુરક્ષા


અયોધ્યા શનિવાર રાતથી અયોધ્યા સંપૂર્ણપણે છાવણીમાં ફેરવાઈ ગયું છે. અયોધ્યાને રેડ અને યલો ઝોનમાં વહેંચવામાં આવી છે. અહીં શહેરના એન્ટ્રી પોઈન્ટથી લઈને રામ મંદિર સુધીના દરેક ખૂણા પર પોલીસ અને એટીએસ કમાન્ડો તૈનાત રહેશે. હાલમાં અયોધ્યામાં ઘણા બધા બ્લેકકેટ કમાન્ડો, બખ્તરબંધ વાહનો અને ડ્રોન જોવા મળી રહ્યા છે. સરયૂ નદી પાસે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. યુપી પોલીસે અહીં 3 ડીઆઈજી તૈનાત કર્યા છે. એટલું જ નહીં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત રાખવા માટે 17 IPS, 100 PPS સ્તરના અધિકારીઓ, 325 ઈન્સ્પેક્ટર, 800 સબ ઈન્સ્પેક્ટર અને 1000થી વધુ કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે તેને રેડ ઝોન અને યલો ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પીએસીની 3 બટાલિયન રેડ ઝોનમાં તૈનાત છે, જ્યારે 7 બટાલિયન યલો ઝોનમાં તૈનાત છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવા માટે પોલીસ ઉપરાંત ખાનગી સુરક્ષા એજન્સીઓની પણ મદદ લેવામાં આવી રહી છે. 


ખાનગી સુરક્ષા એજન્સીની મદદ લેવાઈ


અયોધ્યામાં ખાનગી સુરક્ષા એજન્સી SISએ ચાર્જ સંભાળી લીધો છે. કંપનીના ડાયરેક્ટર ઋતુરાજ સિંહાનું કહેવું છે કે અમે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત રાખવા માટે AI ટેક્નોલોજીની મદદ પણ લઈ રહ્યા છીએ. કંપનીના ડિરેક્ટરે કહ્યું કે જો કોઈ હિસ્ટ્રી-શીટર મંદિર પરિસરની નજીક આવે છે, તો AI ટેક્નોલોજીના માધ્યમથી થોડી જ સેકન્ડમાં કેમેરા દ્વારા તેની ઓળખ થઈ જશે. તેણે કહ્યું કે આ માટે અમે પહેલા યુપી પોલીસ પાસેથી ગુનેગારોનો ડેટાબેઝ લીધો હતો. અમે આ ડેટાબેઝને AI ટેક્નોલોજી સાથે કનેક્ટ કર્યું છે. આ પછી, જો કોઈ ગુનેગાર આ ડેટામાં હાજર જોવા મળે છે, તો કેમેરા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા તેની ઓળખ કરશે અને કંટ્રોલ રૂમને સંદેશ મોકલશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.