લોકસભા ચૂંટણી 2024 પહેલા રામ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલી જશે, એક હજાર વર્ષ સુધી રહેશે ભવ્યતા


  • Published By :
  • Published Date : 2022-10-26 15:31:37

દેશભરના રામ ભક્તો અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ખુલવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે મંદિર નિર્માણ સાથે જોડાયેલા અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપચ રાયે મંગળવારે તેની માહિતી આપી છે. ચંપત રાયના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી 2024માં મંદિર ભક્તો માટે ખુલી જશે. આ ભવ્ય મંદિર 1,000થી વધુ સમય સુધી અડિખમ ઉભુ રહે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે.


રામ મંદિર કેવું બની રહ્યું છે?


રામ મંદિરના નિર્ણાણમાં 392 સ્તંભ અને 12 દરવાજા લગાવવામાં આવી રહ્યા છે. પથ્થરોને જોડવા માટે તાંબાની ચિપ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


મુખ્ય મંદિર 350x250 ફિટમાં ફૈલાયેલું હશે. પીએમ મદિરે સૂચન કર્યું હતું કે મંદિર ખુલ્યા બાદ પાંચ કિલોમીટર વિસ્તારના લોકોને આવવા-જવા માટે ખાસ વ્યવસ્ખા કરવામાં આવી છે. મંદિરના નિર્માણ પાછળ 1800 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે,  તેમણે જણાવ્યું કે 50 ટકા કામ પુર્ણ થયું છે. 


મંદિરના ગર્ભગૃહમાં 160 થાંભલા હશે, પહેલા માળે કુલ 82 થાંભલા હશે તથા કુલ 12 લાકડાના પ્રવશે દ્વાર હશે જે સાગના લાકડાના બનેલા હશે. આ મંદિરમાં એક રાજશી પ્રવેશ દ્વાર પણ હશે, જેને સિંહ દ્વાર નામથી ઓળખવામાં આવશે, તે ઉપરાંત મંદિરના પહેલા માળે નૃત્ય, રંગ અને ગૂઢ મંડપ હશે.


2.7 એકરમાં ફેલાયેલા આ મંદિરના નિર્માણમાં રાજસ્થાનથી લાવવામાં આવેલા ગ્રેનાઈટ પથ્થરોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ગર્ભગૃહનું નિર્માણ એ રીતે કરવામાં આવી છે કે રામ નવમી પર સુર્યની કિરણો રામ લલાની પ્રતિમા પર જ પડશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.