જેમ જેમ 22 તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ભક્તોમાં ઉત્સાહ વધી રહ્યો છે. મંદિર સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. ગઈકાલે ગર્ભગૃહમાં સ્થાપિત થયેલી ભગવાન રામની મૂર્તિની તસવીર વાયરલ થઈ હતી. અલગ અલગ તસવીરો સામે આવી હતી. ત્યારે આજે શણગારવામાં આવેલા મંદિરની તસવીરો સામે આવી છે. મહોત્સવને લઈ ભવ્ય મંદિરને શણગારવામાં આવ્યું છે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Ayodhya's Ram Temple illuminated ahead of the Ram Temple pranpratishtha ceremony. pic.twitter.com/GmbevJUMsb
— Harsh Sanghavi (@sanghaviharsh) January 19, 2024
ભગવાન રામની મૂર્તિની ઝલક આવી હતી સામે
દેશવાસીઓ 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે જ્યારે ભગવાન રામની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થવાની છે. રામ ભગવાન 22 જાન્યુઆરીએ પોતાના મંદિરમાં બિરાજમાન થવાના છે. દેશવાસીઓ 22 જાન્યુઆરીએ દિવાળી મનાવશે, ઘરમાં દિવા પ્રગટાવવામાં આવશે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ ભવ્યથી અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મંદિર સહિત સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા પર મંદિરની તસવીરો વાયરલ થઈ રહી છે.
મહોત્સવને લઈ મંદિરને કરવામાં આવ્યો છે વિશેષ શણગાર
16 જાન્યુઆરીથી પ્રતિષ્ઠાને લઈ અનુષ્ઠાન શરૂ થઈ ગયા છે. વિવિધ પૂજા વિધી કરવામાં આવી રહી છે. 18 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી. વિવિધ તેમજ વિશેષ પૂજાઓ કરવામાં આવી રહી છે. પ્રથમ ઝલક શ્રી રામની સામે આવી હતી ત્યારે હવે શણગારેલા મંદિરની તસવીર સામે આવી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે...