આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ થોડા સમય પહેલા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. વનકર્મચારીને માર મારવાના મુદ્દે તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી. ત્યારથી તેઓ પોલીસ પકડથી બહાર હતા. પરંતુ થોડા દિવસો પહેલા ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા. ચૈતર વસાવા ભલે હાલ જેલમાં છે પરંતુ તેમને હજી પણ જનસમર્થનમાં મળી રહ્યું છે. આદિવાસી સમાજના લોકો લડી લેવાના મૂડમાં છે. આપના ડેડીયાપાડાના પ્રભારી તેજસભાઈનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ચૈતર વસાવાને લઈ વપરાયેલા શબ્દને લઈ વાત કરી રહ્યા છે.
એવું લાગ્યું કે થોડા દિવસોમાં ચૈતર વસાવા બહાર આવશે પરંતુ....
ચૈતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય જે હાલ જેલમાં છે પણ આખી ઘટનામાં જે થયું ત્યારબાદ એક મહિનાથી વધુ સમય ચૈતર વસાવા ફરાર રહ્યા. જ્યારે હાજર થયા ત્યારે મોટી સંખ્યામાં લોકો ડેડીયાપાડા પહોંચ્યા આદિવાસીનું સમર્થન આમ આદમી પાર્ટીના નેતાઓ સમર્થનમાં પહોંચ્યા હતા. બધાને એવું લાગ્યું કે બે ત્રણ દિવસ પછી આ ઘટના બધા ભૂલી જશે. ચૈતર વસાવાને બધા ભૂલી જશે પણ એવું ન થયું.
ચૈતર વસાવાને ઢોંગી કહેનારે માફી માગવી જોઈએ - તેજસભાઈ
ચૈતર વસાના સમર્થકો હજુ પણ ચૈતર વસાવા માટે લડી લેવાના મૂડમાં છે. આપના ડેડીયાપાડા ના પ્રભારી તેજસભાઈ પટેલનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે ચૈતર ભાઈ વિશે ઢોંગી શબ્દનો ઉપયોગ કરનારે માફી માંગવી જોઈએ. કારણ કે જો ચૈતર વસાવા ઢોંગી છે તો પછી એમને ₹1,00,000 મત આપનાર લોકો એટલા તો પાગલ નથી કે એમને વોટ આપે. એ બધા લોકોને ખબર છે કે કોણ ઢોંગી છે અને કોણ ઢોંગી નથી? તેજસભાઈનું એવું કહેવું છે કે ચૈતર ભાઈને જેણે ઢોંગી કહ્યું છે એણે જાહેરમાં માફી માંગવી જોઈએ.
આદિવાસી હુંકાર રેલીનું કરાયું આયોજન
મહત્વનું છે કે ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી હુંકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો હાજર રહ્યા હતા. આ રેલીમાં ચૈતર વસાવાના પત્ની પણ હાજર હતા. રેલીમાં લોકોએ સૂત્રોચ્ચાર કર્યા કે ચૈતર વસાવાને ન્યાય આપો.