ડ્રામા ક્વીન તરીકે જાણીતી રાખી સાવંત ફરી એક વખત ચર્ચામાં આવી છે. રાખી સાવંતે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નના ફોટા પોસ્ટ કરી તેમના ચાહકોને આ અંગેની જાણકારી આપી હતી. લગ્નના ફોટા શેર કરી હતી અને એક ઈન્ટરવ્યુ દરમિયાન રાખીએ કહ્યું કે તેમના લગ્ન ઘણા સમય પહેલા થઈ ગઆ હતા. આદિલે આ વાતની જાણકારી આપવાની ના પાડી હતી તે માટે હજી સુધી આ જાહેરાત કરવામાં આવી ન હતી.
સોશિયલ મીડિયા પર લગ્નની તસવીર શેર કરી
થોડા દિવસો પહેલા રાખી સાવંતે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાના લગ્નના ફોટા પોસ્ટ કર્યા હતા. આદિલ દુર્રાની સાથેના ફોટા શેર થયા તે બાદ આદિલે લગ્ન થયા હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી બંને લીવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા. રાખી સાવંતે જે ફોટો શેર કર્યો છે તેમાં આદિલ અને રાખી સાવંત કોર્ટ મેરેજ કર્યા છે ઉપરાંત નિકાહ પણ કર્યો છે. લગ્ન થવાને કારણે રાખી સાવંતે પોતાનું નામ ફાતિમા આદિલ દુરાની છે.
રાખી સાવંતને લવ જેહાદનો ડર સતાવી રહ્યો છે
આદિલે જ્યારે નિકાહ થવાનો ઈન્કાર કર્યો તે બાદ આ અંગે રાખી સાવંતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મને લવ જેહાદનો ડર સતાવી રહ્યો છે, કારણ કે આદિલનો પરિવાર એમની પર દબાણ કરી રહ્યા છે જેને કારણે આદિલ રાખી સાથે વાત નથી કરી રહ્યા છે. રાખી સાવંતે કહ્યું કે આદિલ ખબર નહીં નિકાહની ના કેમ પાડે છે. સાવંતે કહ્યું કે તે ઘણી ડરી ગઈ છે, જેને કારણે તેમણે નિગાહની વાત લોકો સામે મૂકી દીધી.