સંસદના શિયાળુ સત્રમાં જબરદસ્ત હંગામો મચી ગયો છે. જો છેલ્લા બે દિવસની વાત કરીએ તો સંસદમાં હોબાળો કરવાના કારણે 100થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં વિપક્ષના સાંસદો મંગળવારે સંસદ ભવન બહાર બેસીને વિરોધ કરી રહ્યા હતા આ દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રી કરી, જેના પર ઉપરાષ્ટ્રપતિ ગુસ્સે થઈ ગયા હતા. આ ઘટનાને શરમજનક ગણાવતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે એક સાંસદ મજાક ઉડાવી રહ્યો છે અને બીજો સાંસદ તે ઘટનાનો વીડિયો બનાવી રહ્યો છે તે હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય બાબત છે.
મારા હૃદય પર શું વીત્યું હશે- ધનખડ
અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું, "આ માત્ર એક ખેડૂત અને એક સમુદાયનું અપમાન નથી, આ રાજ્યસભાના અધ્યક્ષ પદનો અનાદર છે અને તે પણ એક એવા રાજકીય પક્ષના સભ્ય દ્વારા જેણે આટલા લાંબા સમય સુધી શાસન કર્યું છે. સંસદના એક વરિષ્ઠ સભ્ય અન્ય સભ્યની વીડિયોગ્રાફી કરે છે. શા માટે? કલ્પના કરો કે જ્યારે તમારા એક અગ્રણી નેતા એક સાંસદ દ્વારા કરવામાં આવતી સ્પીકરની મિમિક્રીનો બનાવી રહ્યા હતા, આ મિમિક્રી દ્વારા મારી મજાક ઉડાવવામાં આવતી હતી આ બાબત મારા પર અંગત રીતે હુમલો છે, તમે વિચારો કે મારા હૃદય પર શું વીત્યું હશે. શ્રી ચિદમ્બરમ જી, તમારી પાર્ટીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેને પાછળથી હટાવી દેવામાં આવ્યો હતો, આ શરમજનક છે."
TMC સાંસદ કલ્યાણ બેનર્જીનો નકલ કરતો વીડિયો વાયરલ થયા બાદ જગદીપ ધનખરે શું કહ્યું?#TMC #MP #kalyanbanerjee #jagdeepdhankar #chairman #jagdeepdhankhar #parliament #parliamentpremises #rajyasabha pic.twitter.com/ypfWhuxXAI
— Jamawat (@Jamawat3) December 19, 2023
એક જાટ તરીકે અને સ્પિકર તરીકે મારા પદનું અપમાન
TMC સાંસદ કલ્યાણ બેનર્જીનો નકલ કરતો વીડિયો વાયરલ થયા બાદ જગદીપ ધનખરે શું કહ્યું?#TMC #MP #kalyanbanerjee #jagdeepdhankar #chairman #jagdeepdhankhar #parliament #parliamentpremises #rajyasabha pic.twitter.com/ypfWhuxXAI
— Jamawat (@Jamawat3) December 19, 2023અધ્યક્ષ જગદીપ ધનખડે વધુમાં કહ્યું, 'તમે મારું અપમાન કર્યું છે, એક ખેડૂત તરીકેની મારી પૃષ્ઠભૂમિનું અપમાન કર્યું છે, એક જાટ તરીકે અને સ્પિકર તરીકે મારા પદનું અપમાન કરવા (કોંગ્રેસ) પાર્ટીના સત્તાવાર પ્રવક્તાના ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મુદ્દો ખૂબ ગંભીર છે, કૃપા કરીને તમારી બેઠકો પર જાઓ. આ પછી અધ્યક્ષે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી. ઉલ્લેખનીય છે કે જ્યારે ટીએમસી સાંસદ મિમિક્રી કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી, પ્રમોદ તિવારી, જયરામ રમેશ, મનોજ ઝા, ડી રાજા, કાર્તિ ચિદમ્બરમ જેવા ઘણા અગ્રણી નેતાઓ ત્યાં હાજર હતા.