પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે. પીએમ મોદીએ 2 વાગ્ય બોલવાનું શરૂ કર્યું આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાધીને આકરા પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ટીકા કરવી કેટલાક લોકોની મજબુરી છે. કડવી વાતો કરવી એ કેટલાક સાથીઓની મજબુરી છે. પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પર નિશાન સાધતા કહ્યું કે સંસદમાં પ્રધાનમંત્રીનો અવાજ દબાવવાના પ્રયાસો કરવામા આવ્યા મને બહું જ સતાવવામાં આવ્યો છે. અમે ખુબ જ ધીરજથી તમારો એક-એક શબ્દ સાંભળી રહ્યા છિએ, જો કે તમે આજે પણ સાંભળવાની તૈયારી સાથે આવ્યા નથી. પરંતું તમે મારો અવાજ દબાવી નહીં શકો. દેશની જનતાએ આ અવાજને તાકાત આપી છે. તેથી હું આજે સંપુર્ણ તૈયારીઓ સાથે આવ્યો છું.
કોંગ્રેસ પર પ્રહારો
જે કોંગ્રેસે સત્તાની લાલચમાં લોકતંત્રનું ગળું દબાવ્યું હતું. જેણે લોકતાંત્રીક રીતે જીતીને આવેલી સરકારોને સસ્પેન્ડ કરી હતી. જે કોંગ્રેસે દેશના બંધારણ અને લોકશાહીની મર્યાદાને જેલના સળિયા પાછળ ધકેલી દીધી હતી. જેણે અખબારોને તાળું લગાવવાના પ્રયાસો કર્યા હતા. જે કોંગ્રેસ દેશને તોડવાના નેરેટીવ રચવાનો શોખ પેદા થયો હતો. હવે ઉત્તર અને દક્ષિણને તોડવા માટે નિવેદનો આપી રહ્યા છે. તે કોંગ્રેસ અમને લોકતંત્ર પર પ્રવચનો આપી રહી છે. તમે ભાષા અને દેશને તોડવાના પ્રયાસ કરી રહ્યા છો. જેણે નોર્થ ઈસ્ટને હુમલા અને હિંસામાં ધકેલી દીધું. જેણે નક્સલવાદ માટે દેશને માટે પડકારરૂપ બનાવી દીધો. દેશની જમીન દેશના હવાલે કરી દીધી. દેશની સેનાને આધુનિકિકરણ કરતા રોકી દીધી. તે આજે અમને રાષ્ટ્રિય સુરક્ષા પર ભાષણ આપી રહી છે.
#WATCH पीएम मोदी ने कहा, " मेरा विश्वास पक्का हो गया है कि कांग्रेस पार्टी सोच से भी आउटडेटेड हो गई है। जब सोच ही आउटडेटेड हो गई है, तो इन्होंने अपना कामकाज भी आउटसोर्स कर दिया है। देखते ही देखते इतना बड़ा दल, इतने दशकों तक देश पर राज करने वाले दल का ऐसा पतन! हमें खुशी नहीं हो… pic.twitter.com/b6PpTeCV7p
— ANI_HindiNews (@AHindinews) February 7, 2024
આ વખતે કોંગ્રેસ 40 પર આવી જશે
#WATCH पीएम मोदी ने कहा, " मेरा विश्वास पक्का हो गया है कि कांग्रेस पार्टी सोच से भी आउटडेटेड हो गई है। जब सोच ही आउटडेटेड हो गई है, तो इन्होंने अपना कामकाज भी आउटसोर्स कर दिया है। देखते ही देखते इतना बड़ा दल, इतने दशकों तक देश पर राज करने वाले दल का ऐसा पतन! हमें खुशी नहीं हो… pic.twitter.com/b6PpTeCV7p
— ANI_HindiNews (@AHindinews) February 7, 2024કોંગ્રેસ પર હુમલો કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોંગ્રેસ આ વખતે 40 સીટો પણ વટાવી નહીં શકે, કોંગ્રેસની વિચારશૈલી પણ આઉટડેટેટ થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસની વિચારસરણી પર જુની થઈ ગઈ છે ત્યારે તેનું કામકાજ પણ તેણે આઉટસોર્સ કરી દીધું છે. જોત જોતામાં આટલી મોટી પાર્ટી, આટલા વર્ષો સુધીનું શાસન કરનારા પક્ષનો આટલી હદે રકાસ. અમારી તમારા પ્રત્યે સંવેદનાઓ છે. જો કે ડોક્ટર શું કરશે...જ્યારે દર્દી ખુદ....આગળ હું શું બોલું....