ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેર થઈ છે. રાજકીય પાર્ટીઓ પણ તેમના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જો કે ગુજરાતના રાજકીય પક્ષોમાં ગુનેગારોનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તે ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યના કેટલાક શહેરોમાં વધી રહેલી ગુનાખોરીથી પણ જાગૃત નાગરિકો ચિંતિત છે. જેમ કે સૌરાષ્ટ્ર કેટલાક શહેરોમાં ગુનાખોરી ખુબ વધી છે, ભૂમાફિયાનો ત્રાસ સૌથી મોટો મુદ્દો છે જામનગર પણ તેમાનું એક શહેર છે. સામાન્ય માણસ તો ઠીક પણ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આ દુષણને લઈ રાજકીય પક્ષોને અપીલ કરી છે.
I appeal to every political party not to give tickets to candidates who would allow crime to flourish in Jamnagar. Instead of leaders with negative image/criminal tendencies, the city should get educated & civilised leaders for peace, safety, prosperity & development. pic.twitter.com/0kqwFPx2bQ
— Parimal Nathwani (@mpparimal) November 3, 2022
પરિમલ નથવાણીએ શું કહ્યું?
I appeal to every political party not to give tickets to candidates who would allow crime to flourish in Jamnagar. Instead of leaders with negative image/criminal tendencies, the city should get educated & civilised leaders for peace, safety, prosperity & development. pic.twitter.com/0kqwFPx2bQ
— Parimal Nathwani (@mpparimal) November 3, 2022રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ એક ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટના માધ્યમથી તમામ રાજકીય પક્ષોને જાહેર અપીલ કરી છે કે, જામનગરને ગુનાખોરીમાં હોમે તેવા ઉમેદવારો આપશો નહીં. તેમણે કહ્યું કે નકારાત્મક અને ગુનાખોરી વૃતિ ધરાવતા નેતાઓને કોઈ પણ પક્ષે ટિકિટ આપવી ન જોઈએ. તેમણે જામનગરને શિક્ષિત-સંસ્કારી અને શ્રેષ્ઠ નેતાગીરી મળવી જોઈએ. જેથી જામનગરની શાંતિ-સલામતી-સમૃધ્ધ- વિકાસ આગળ વધે.
પરિમલ નથવાણીએ શા માટે આ ટ્વીટ કર્યું?
પરિમલ નથવાણીએ ખાસ જામનગરમાં વધેલી ગુનાખોરી પર શા માટે ટ્વિટ કર્યું તેવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. સ્થાનિક વેપારીઓના કહેવા પ્રમાણે જામનગરમાં ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજાનો બહું ત્રાસ છે.. જો કે ભાજપના ટોચના નેતાઓ સાથે હકુભાને સારા વ્યાપારીક સંબંધો છે અને એટલે જ સ્થાનિક નેતાઓને પણ પોલીસ છાવરી લે છે. સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે હકુભાની લોકપ્રિયતાના કારણે આ ચૂંટણીમાં પણ ભાજપ તેમને જામનગર વિધાનસભા સીટ જામનગર 78 માટે તેમને ટિકિટ આપશે.
જામનગરમાં ગુનાખોરી બેફામ
જામનગરમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા તત્વોની ભરમાર છે. જામનગર શહેરમાં કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલથી લોકો ત્રાસી ગયા હતા. હાલ તે લંડનની એક જેલમાં બધ છે. જયેશ પટેલ પર તો ખૂન, ફાયરિંગ, ખોટી રીતે જમીન પડાવી પાડવાના ગુનાઓ, કાવતરાં, પુરાવાઓનો નાશ કરવો અને સરકારી જાહેરનામાના ભંગના અનેક ગુનાઓ નોંધાયેલા છે. તે ઉપરાંત વશરામ આહીર, કુખ્યાત જાડેજા બંધુઓ યશપાલ અને જયપાલસિંહ જાડેજા, નિલેશ ટોલીયા, અતુલ ભંડેરી, રમેશ માનસતા, મુકેશ અભંગી, સુનિલ ચાંગાણી, મહેશ છૈયાનો સમાવેશ થાય છે.
હકુભા જેવા નેતાઓ રાજકીય પક્ષોની મજબુરી છે?
રાજકારણમાં મની અને મશલ્સ પાવરની જોર વધુ ગયું છે. સામાન્ય માણસ માટે ચૂંટણી લડવી અને જીતવી લોઢાવા ચણા ચાવવા જેવી બાબત બની ગઈ છે. લોકો ધાકધમકીથી પણ મત આપતા હોય છે. જેમ કે જામનગરમાં હકુભા જાડેજા, કુતિયાણા કાંધલ જાડેજા, પંચમહાલમાં પ્રભાતસિંહ, ચૌહાણ અને જેઠા ભરવાડ, વાઘોડિયાના ધારા સભ્ય મધુ શ્રીવાસ્તવ સહિતાના નેતાઓ તેમના મસલ્સ પાવરના કારણે ચૂંટણી જીતી જાય છે. રાજકીય પક્ષોને તો નંબરથી મતલબ હોય છે. વિધાનસભામાં જેટલા ધારાસભ્યો વધુ તેટલો પક્ષોને ફાયદો થતો હોય છે. પક્ષો પણ એટલા માટે જ ગુનાખોરીનો ઈતિહાસ ધરાવતા તત્વોને ટિકિટ આપે છે.