રાજ્યસભા માટે વિદેશમંત્રી એસ જયશંકરે બીજી વખત નોંધાવી ઉમેદવારી, 24 જુલાઈએ યોજાશે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2023-07-10 15:07:54

લોકસભા ચૂંટણીની તૈયારીમાં તમામ પક્ષો 2024ની વ્યસ્ત છે, ત્યારે દેશના વિદેશ મંત્રી એસ જયશંકરે આગામી રાજ્યસભાની ચૂંટણી માટે ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવી છે. તેમણે 12-39એ વિજયમૂહુર્તમાં ફોર્મ ભર્યું હતું. એસ જયશંકર રવિવારે ગુજરાત પહોંચ્યા હતા. બીજેપીના ગુજરાત યુનિટના જનરલ સેક્રેટરી પ્રદીપ સિંહ વાઘેલાએ 9 જુલાઈ, રવિવારના રોજ જણાવ્યું હતું કે એસ જયશંકર સોમવારે તેમનું નામાંકન દાખલ કરશે. તેમનો અને ગુજરાતમાંથી રાજ્યસભાના બે સાંસદોનો કાર્યકાળ 18 ઓગસ્ટે પૂરો થાય છે.


કોંગ્રેસ અને AAP ઉમેદવારો નહીં ઉતારે


ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. આ દરમિયાન હવે ભાજપના ડો. એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જોકે આ ત્રણેય બેઠકો પર ભાજપના જ ઉમેદવારો જીતશે. ભાજપ પાસે વિધાનસભામાં સંખ્યાબળ વધુ છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાથી એક પણ ઉમેદવાર મેદાને નહીં ઉતારે. કોંગ્રેસ પાસે વિધાનસભામાં ફક્ત 17 ધારાસભ્યો છે.  


રાજ્ય સભાની ચૂંટણી ક્યારે યોજાશે?


કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ગોવાની 1, ગુજરાતની 3 અને પશ્ચિમ બંગાળની 6 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી માટે 6 જુલાઈએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 14 જુલાઈએ ઉમેદવાર પત્રની ચકાસણી કરવામાં આવશે. 17 જુલાઈએ ઉમદવારી પત્ર ખેચવાની છેલ્લી તારીખ હશે. 24 જુલાઈએ સવારે 9 થી 4 મતદાન થશે અને સાંજે 5 વાગ્યે મતગણતરી કરવામાં આવશે.


રાજ્યસભામાં સીટોનું ગણિત કેવું છે?


રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠકો છે જેમા હાલ ભાજપ પાસે 8 બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. ભાજપના 8 રાજ્યસભા સાંસદોમાં રામભાઈ મોકરિયા, રમીલાબેન બારા, નરહરિ અમીન, પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, એસ. જયશંકર, દિનેશચંદ્ર અનાવડીયા અને જુગલજી ઠાકોરનો સમાવેશ થાય છે. જયારે કોંગ્રેસના ત્રણ રાજ્યસભા સાંસદોમાં શક્તિસિંહ ગોહિલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવાનો સમાવેશ થાય છે. આ સાંસદોમાંથી ભાજપના ત્રણ સાંસદો દિનેશ અનાવડીયા, જુગલજી ઠાકોર અને એસ.જયશંકરની ટર્મ 18 ઓગષ્ટ 2023ના રોજ પૂર્ણ થઇ રહી છે ત્યારે આ ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે. હાલ રાજ્યસભાની ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે છે. શક્તિસિંહ ગોહિલ 2020માં ચૂંટાઇ આવ્યા હતા. તેમનો કાર્યકાળ 2026માં પૂર્ણ થાય છે. ત્યારે પૂરતું સંખ્યાબળ ન હોવાના કારણે તે પણ રિપીટ થઈ શકશે નહીં. ત્યારે અમી યાજ્ઞિક અને નારણભાઈ રાઠવા પણ કોંગ્રેસ તરફથી રાજ્યસભાના ઉમેદવાર છે. જે એપ્રિલ 2018માં ચૂંટાઈ આવ્યા હતા. જેમનો કાર્યકાળ આવતા વર્ષે 2024માં પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આવતા વર્ષે પણ ભાજપના ઉમેદવાર જ ચૂંટણી જીતશે. આમ 2026 સુધીમાં ભાજપ પાસે રાજ્યસભાની તમામ બેઠકો હશે.


એસ જયશંકરે  શું કહ્યું?


નામાંકન ભર્યા બાદ એસ જયશંકરે કહ્યું કે મેં હમણાં જ નામાંકન ભર્યું છે અને હું ફરીથી ભાજપનો ઉમેદવાર બન્યો છું. હું PM મોદી, ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરું છું. PM મોદીના નેતૃત્વમાં છેલ્લા 4 વર્ષમાં દેશમાં જે પરિવર્તનો થયા છે તેનો એક હિસ્સો બનવાની મને તક મળી છે. મને આશા છે કે આવનારા 4 વર્ષમાં દેશમાં જે પણ પ્રગતિ થશે તેમાં હું યોગદાન આપી શકીશ. છેલ્લા 4 વર્ષમાં મેં ગુજરાતમાંથી ઘણું શીખ્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?