ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ ગુજરાત, ઓડિસા, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશથી રાજ્યસભા માટે તેમના ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. ભાજપે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને એક દિવસ પહેલા જ પાર્ટીમાં સામેલ થયેલા અશોક ચવ્હાણને ઉમેદવાર બનાવ્યા છે. તે જ ઉપરાંત ઓડિસાથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને તથા કેન્દ્રીય રાજ્ય મંત્રી એલ મુરૂગનને મધ્ય પ્રદેશથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. વૈષ્ણવ અને મુરૂગન ચૂંટણી જીતી જાય છે તો રાજ્યસભામાં આ તેમનો બીજો કાર્યકાળ હશે અને બંનેની જીતવાની સંભાવના વધુ છે. ઉલ્લેખનિય છે કે રાજ્યસભાની 56 સીટો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે અને નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે.
ગુજરાતમાં આગામી રાજ્યસભાની ચૂંટણી માટે જાહેર થયેલા ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ@JPNadda @MayankNayakBJP @GovindLDholakia pic.twitter.com/OrnQ8fSpTp
— BJP Gujarat (@BJP4Gujarat) February 14, 2024
આ મંત્રીઓને BJP લોકસભામાં ઉતારશે
ગુજરાતમાં આગામી રાજ્યસભાની ચૂંટણી માટે જાહેર થયેલા ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ@JPNadda @MayankNayakBJP @GovindLDholakia pic.twitter.com/OrnQ8fSpTp
— BJP Gujarat (@BJP4Gujarat) February 14, 2024ભાજપે આ વખતે અપવાદોને બાદ કરતા નો રિપીટ થીયરી અપનાવી છે. જેમ કે પાર્ટીએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજીવ ચન્દ્રશેખર, ભૂપેન્દ્ર યાદવ, મનસુખ માંડવિયા, પુરૂશોત્તમ રૂપાલા, અને નારાયણ રાણે (મહારાષ્ટ્ર)નો કાર્યકાળ પૂરો થયો છે તેમ છતાં તેમને ઉમેદવાર બનાવ્યા નથી. પાર્ટી સુત્રોના જણાવ્યા પ્રમાણે આ તમામ નેતાઓને પાર્ટી આ લોકસભા ચૂંટણીમાં ઉતારવા માગે છે. તમામ નેતાઓને લોકસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરવાનું પણ કહીં દીધું છે.