Rajula : આર્મીમાં ફરજ બજાવતા રવિરાજનું ફરજ દરમિયાન નિપજ્યું મોત, અંતિમ યાત્રામાં જોડાયું આખું ગામ, સર્જાયા ભાવુક દ્રશ્યો, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-18 16:38:49

આપણે આપણા ઘરમાં શાંતિથી રહી શકીએ છીએ કારણ કે આપણા દેશના સરહદની રક્ષા વીર જવાનો કરી રહ્યા છે. દેશની સેવા માટે લોકો તત્પર હોય છે.. પરંતુ ફરજ દરમિયાન અનેક વીર જવાનો શહીદ થઈ જતા હોય છે અને શહાદત પામતા હોય છે.. જ્યારે વીર જવાનનો નશ્વર દેહ માદરે વતન આવે છે ત્યારે તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેતા હોય છે. અમરેલીના વીર પુત્ર રવિરાજ ધાખડાનું મોત ફરજ દરમિયાન થઈ ગયું..

માતા પિતાએ ગુમાવ્યો એકનો એક દીકરો    

રાજુલા તાલુકાના ધારાનો નેસ ગામમાં રહેતો ધાખડા પરિવાર.. ભગવાને 4 દીકરીઓ અને 1 દીકરો આપ્યો. મોટો થયો તો આર્મીમાં જવાનું સપનું અને દેશ માટે કઈક કરી બતાવવાનો જુસ્સો અને પછી રવિરાજભાઈએ પોતાનું સપનું પૂરૂ કર્યું વર્ષોથી કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. અને અચાનક ચાલુ ફરજ દરમ્યાન બ્લડ કેન્સર થવાના કારણે દિલ્હી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. અને ઘરે સમાચાર આવ્યા કે તેમનો દીકરો મૃત્યુ પામ્યો. 



નશ્વર દેહ જ્યારે માદરે વતન પહોંચ્યો ત્યારે... 

જ્યારે પાર્થિવ દેહને વતનમાં લાવવામાં આવ્યો ત્યારે આખું ગામ હિબકે ચડ્યું તેમનો પાર્થિવ દેહ રાજુલા શહેરમાં પહોચતા રાજુલાના સમગ્ર વેપારીઓ સહિત લોકોએ શહેર 2 કલાક સજ્જડ બંધ પાળી વિરને શ્રધાંજલિ આપવા માટે દેશભક્તો ઉમટી પડ્યા હતા. કાઠી ક્ષત્રિય સમાજમાંથી આવતો યુવાન હોવાને કારણે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો સાથે તમામ જ્ઞાતિના અગ્રણીઓ વેપારીઓ વિવિધ સંસ્થાના લોકો અંતિમ યાત્રામાં જોડાયા અને હજારોની સંખ્યામાં લોકો અંતિમ સંસ્કાર માટે આવ્યા...


ગાર્ડ ઓફ ઓનર આપીને વીરને કરાયા સન્માનિત

પહેલી વાર રાજુલા શહેરના બાળકોથી લઈ વૃદ્ધ સુધીના લોકો વીર જવાનના પાર્થિવદેહના અંતિમ દર્શન કરી સન્માન આપતા જોવા મળ્યા હતા. ધારાનાનેસ ગામમાં પહોંચી ભારતીય સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સૌથી કરૂણ વાત તો એ હતી કે  આ વર્ષે જ ભાઈ બહેનના લગ્ન થવાના હતા પણ  તે પહેલાં જ શહીદી વ્હોરી છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?