દિવાળીના તહેવારની ઉજવણી આપણે સૌએ કરી.. અલગ અલગ રીતે આપણે આ તહેવારની ઉજવણી કરતા હોઈ છીએ... આ તહેવાર દરમિયાન નવા કપડા લોકો પહેરતા હોય છે, અલગ અલગ નવીન મિઠાઈ લોકો ખાતા હોય છે પરંતુ અનેક લોકો અનેક કારણોસર મિઠાઈ ખરીદીને નથી ખાઈ શકતા.. મોંઘવારીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે.. દરેક ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે.. આવી મોંઘવારીમાં બનાસકાંઠાના રાજુભાઈ જોષીએ દરેકને ફ્રીમાં દિવાળીના દિવસોમાં અલગ અલગ મિઠાઈ બનાવીને ખવડાવી...
અલગ અલગ મિઠાઈ ખવડાવી કરે છે તહેવારની ઉજવણી
આપણે કોઈને મળીએ ત્યારે કહેતા હોઈએ છીએ હેપ્પી દિવાળી.. પરંતુ દિવાળી સાચા અર્થમાં હેપ્પી ત્યારે બને જ્યારે આપણે કોઈની સ્માઈલનું કારણ બની શકીએ.. કોઈના જીવનમાં આપણા કારણે ખુશી આવે. ત્યારે બનાસકાંઠાના રાજુભાઈએ દિવાળીના તહેવારો દરમિયાન અલગ અલગ મિઠાઈ બનાવીને લોકોને ખવડાવી.. દરેક લોકો મોં મીઠું કરી શકે તેવા આશયથી આ વખતે પણ રાજુભાઈએ અલગ અલગ મિઠાઈ બનાવીને લોકોને ખવડાવી.. કોઈ વખત શીરો તો કોઈ વખત ગરમા ગરમ મોહનથાળ બનાવીને તો કોઈ વખત સુખડી બનાવીને લોકોનું મોં મીઠું કરાવ્યું..
અનેક વર્ષોથી રાજુભાઈ કરાવે છે લોકોનું મોં મીઠું
મહત્વનું છે કે લોકોના જીવનમાં ખુશીઓ આવે તેવા પ્રયત્નો અનેક લોકો કરતા હોય છે... યથાશક્તિ સમાજ માટે પોતાનું યોગદાન આપતા હોય છે...ઉલ્લેખનિય છે કે દરેક લોકો તહેવારની ઉજવણી કરી શકે તે જરૂરી નથી હોઈ શકતું.. કોઈની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તો તે મીઠાઈની ખરીદી નથી કરી શકતા ત્યારે રાજુભાઈ જેવા માણસોને કારણે તે તહેવારો દરમિયાન મિઠાઈ ખાઈને મોં મીઠું કરી શકે છે.. આ પણ એક પ્રકારની સેવા જ છે..