Rajouri Encounter : આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં વધુ એક જવાન શહીદ, પાંચ જવાનોને અપાઈ પુષ્પાંજલિ, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-24 10:38:43

જમ્મુ-કાશ્મીરથી અનેક વખત સુરક્ષાબળો અને આતંકવાદી વચ્ચે અથડામણ થયા હોવાના સમાચાર સામે આવતા હોય છે. આ અથડામણમાં આતંકવાદીઓ તો ઠાર મરાય છે પરંતુ દેશના જવાનો પણ શહાદતને પામે છે. તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં વધુ એક જવાન શહીદ થયા છે તેવી માહિતી સામે આવી છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં થયેલી અથડામણમાં આર્મીના પાંચ જવાનો શહીદ થયા છે. બુધવારથી જમ્મુ-કાશ્મીરમાં અથડામણ થઈ રહી છે. આ અથડામણમાં અનેક આતંકવાદીઓ ઠાર મરાયા છે.  ત્યારે 22 નવેમ્બરના રોજ રાજૌરીમાં એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયેલા 5 આર્મી જવાનોને પુષ્પાંજલિ અપર્ણ કરવામાં આવી. રાજોરી જિલ્લામાં શરૂ થયેલા ઓપરેશનમાં વધુ એક જવાન વીરગતિને પામ્યા છે. કુલ પાંચ જવાનો આ ઓપરેશનમાં શહીદ થયા છે. તો બીજી તરફ તોયબાના બે પાકિસ્તાની આતંકવાદીઓ ઠાર મરાયા છે તેવી માહિતી સામે આવી છે.  

અથડામણમાં જવાનો તેમજ આર્મીના કેપ્ટન થયા શહીદ 

બુધવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓ અને સુરક્ષા બળો વચ્ચે અથડામણ થઈ હતી તેમાં પણ દેશના જવાનો અને અધિકારીઓ શહીદ થયા હતા. ગુરૂવારે પણ બંને વચ્ચે અથડામણ થઈ હતી. કાલાકોટમાં ગુરુવારે લશ્કર-એ-તૈયબા (LeT)ના ઉચ્ચ પ્રશિક્ષિત 'કમાન્ડર' અને તેના સહયોગી 24 કલાક ચાલેલા ગોળીબારમાં માર્યા ગયા હતા. આ ઘટનામાં વધુ એક સૈનિકનું મોત નીપજ્યું હતું, જેમાં બે આર્મી કેપ્ટન સહિત મૃત્યુઆંક પાંચ પર પહોંચી ગયો છે. “એક હાર્ડ કોર ટોચના LeT કમાન્ડર, કારી અને તેના સહયોગીને ખતમ કરવામાં આવ્યા હતા અને એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં યુદ્ધ જેવી દુકાનો મળી આવી છે. જમ્મુ સ્થિત આર્મી પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડાંગરી ઘટના પાછળ કારી મુખ્ય સૂત્રધાર તરીકે જાણીતો હતો."


વીર જવાનોને અર્પણ કરવામાં આવી પુષ્પાંજલિ 

રાજૌરી જિલ્લામાં ધરમસાલના બજીમલ વિસ્તારમાં ગુરૂવારે સવારે સેનાએ અને જમ્મુ કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન કર્યું હતું. બુધવારે સવારે 10 વાગ્યે શરૂ થયેલી આ અથડામણ ગુરૂવારે ચાલી હતી તેવી માહિતી સામે આવી. ત્યારે આ અથડમાણમાં શહીદ થયેલા જવાનોને પુષ્પાંજલિ અપર્ણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે દેશની સુરક્ષા કરતી વખતે અનેક વીર જવાનો શહાદતને પામે છે. એક સલામ જવાનોની શહાદતને...   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?