રાજકોટ જિલ્લા પંચાયતના નેતા વિપક્ષ અર્જુન ખાટરિયાની કોંગ્રેસમાંથી હકાલપટ્ટી, BJPમાં જોડાઇ કેસરિયો ધારણ કરશે


  • Published By :
  • Published Date : 2024-01-13 14:26:25

લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં આયારામ-ગયારામનું રાજકારણ શરૂ થઈ ગયું છે. રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાવા માટે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.જોકે, અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાઇ એ પહેલા કોંગ્રેસ પાર્ટીએ તેમની હકાલપટ્ટી કરી દીધી છે. અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. હવે અર્જુન ખાટરિયા આગામી સમયમાં ભાજપમાં જોડાઇ કેસરિયો ધારણ કરે તેવી જાહેરાત પણ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે, વિકાસની રાજનીતિ, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સહિતના મુદ્દાઓને લઈ કોંગ્રેસને ખટકી રહી છે. આ મુદ્દાઓની વાતને લઈને મને પદ પરથી હટાવ્યો હોય એવું બની શકે.


જિલ્લા પંચાયતની ચૂંટણી પછી ખાટરિયા બન્યા હતા નેતા વિપક્ષ   


જિલ્લા પંચાયતની ચૂંટણી પછી અર્જુન ખાટરિયાને પંચાયતના વિપક્ષી નેતા બનાવવામાં આવ્યા હતા. ધારાસભાની ચૂંટણી પહેલા તેમને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવામાં આવ્‍યા હતા. ચૂંટણી પૂરી થઇ ગઇ પછી ખાટરિયાએ પ્રમુખ પદેથી મુક્‍ત થવા ઇચ્‍છા વ્‍યકત કરી છે. જે તે વખતે તેમણે ધારાસભાની ચૂંટણીને ધ્‍યાને રાખીને પ્રમુખ પદ સ્‍વીકારેલ. હવે તેઓ માત્ર પંચાયતના વિપક્ષી નેતા તરીકે રહેવા માગે છે. પ્રમુખ તરીકે અન્‍ય તક મળે અને પોતાની જવાબદારી હળવી થાય તે માટે ચૂંટણી પછી તુરંત પક્ષના પ્રમુખ પદેથી રાજીનામુ આપતો પત્ર પ્રદેશ કોંગ્રેસને મોકલી આપ્‍યો હતો. તેઓ વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં ગોંડલ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને 15,397 મતથી હાર્યા હતા. આગામી દિવસોમાં રાજકોટ જિલ્લામાંથી અન્ય કોંગ્રેસના આગેવાનો પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. અર્જુન ખાટરિયા સહકારી આગેવાન ઘનશ્યામભાઈ ખાટરિયાના પુત્ર છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?