રાજકોટમાં 36 વર્ષીય મહિલાનું જન્મદિને જ હાર્ટએટેકથી મોત, બે દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી


  • Published By :
  • Published Date : 2023-07-28 15:24:19

રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુઆંકમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તેમાં પણ નાની ઉંમરના યુવક-યુવતીઓ મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ હાર્ટએટેકથી મૃત્યુઆંકમાં જે ઉછાળો જોવા મળ્યો છે તે બાબત સામાન્ય લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. રાજકોટમાં હાર્ટએટેકથી વધુ એક મૃત્યુ થયું છે. 36 વર્ષીય પિરણીતાને તેના જન્મદિને જ હાર્ટએટેક આવ્યો હતો. હૃદયના હુમલા બાદ મોત થતા મહિલાના પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે. 


36મા જન્મદિવસે જ મોત


રાજકોટ શહેરના આજીડેમ ચોકડી પાસે આવેલા અનમોલ પાર્કમાં રહેતી અને સૌરાષ્ટ્રના ખ્યાત નામ ડીજે ધર્મેશ ઉર્ફે ડીજે અકી રાઠોડના પત્ની નિશિતા રાઠોડ પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યાં હતાં. ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી અને બેભાન થઇ ગયા હતા. પરિવારજનો તેમને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતું સારવાર મળે તે પહેલા તેમનું મૃત્યુ નિપજ્યું છે. દુખની ઘડી તો એ છે કે, નિશિતાબેનનો 36 મો જન્મદિવસ હતો, પરિણીતાના અચાનક નિધનથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.  


પોસ્ટમોર્ટમમાં થયો મોટો ખુલાસો


નિશિતાબેનના મોત અંગે પોલીસને જાણ થતા મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પીએમ રિપોર્ટમાં પરિણીતાની ગર્ભાશયની કોથળી ફાટી જતા તેને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર મૃતક પરિણીતાને સંતાનમાં બાર વરસ અને સાત વર્ષની બે પુત્રી છે. ત્યારે નાની ઉંમરમાં જ બંને દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?