Rajkot : જ્યારે GameZoneમાં આગ લાગી ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા હતા? આ ચા વાળાએ કરી લોકોની મદદ, સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-28 13:41:13

ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે આપણે માનવતાને નેવે મૂકી દીધી છે.. અનેક વખત અમે પણ આ વાક્ય કહેતા હોઈએ છીએ પરંતુ અનેક લોકો એવા હોય છે માનવતાને મહેકાવે છે.. રાજકોટમાં બનેલી દુર્ઘટનાને પગલે શોક વ્યાપી ઉઠ્યો છે..27 જેટલી જિંદગી આગમાં હોમાઈ ગઈ છે.. જે લોકોના મોત આ દુર્ઘટનામાં થયા છે તેમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા જેમાં બીજાની મદદ કરવામાં વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હોય.. ત્યારે ગેમ ઝોનની આસપાસ એક ચાની લારી ચલાવતા વ્યક્તિ મદદ માટે દોડી આવ્યા અને તેમનાથી બનતો તેમણે પ્રયત્ન કર્યો..

જી સુધી પરિવારજનો શોધી રહ્યા છે પોતાના વ્હાલસોયાને 

આપણે જ્યારે 46 ડિગ્રી ગરમીમાં બહાર નીકળીએ છીએ ત્યારે એમ થાય કે કેટલી ભયંકર ગરમી છે પરંતુ ગેમઝોનમાં મૃત્યુ પામેલા લોકો વિશે વિચાર્યું આપણે કે તેમની મોત કેવી પરિસ્થિતિમાં થઈ હશે? કેટલી ગરમી હશે જે જગ્યા પર જ્યારે આ ઘટના બની હશે.. આગમાં 27 જેટલા લોકોના મોત થયા છે અનેક મૃતકોનો મૃતદેહ પરિવારને મળ્યો છે પરંતુ અનેક એવા પરિવાર છે તે પોતાના વ્હાલસોયાની શોધમાં છે.. 


ચા વાળાએ લંબાવ્યો મદદનો હાથ 

જ્યારે આ ઘટના બની ત્યારે અનેક પ્રત્યક્ષદર્શીઓ હતા. ઘટના કેવી રીતે બની તે અંગે થોડી વાત તેમણે કરી.. અનેક લોકોએ કરી.. આગને બૂઝવવા માટે પ્રયત્નો પણ કરાયા પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તેની પર કાબુ મેળવવો અશક્ય બન્યો.. લોકોને બચાવવા માટે અનેક લોકો આગળ આવ્યા ત્યારે ત્યાં ચાની લારી ચલાવવતા વ્યક્તિએ પણ યથાશક્તિ લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો.. જમાવટની ટીમે તેમની સાથે વાત કરી અને જ્યારે દુર્ઘટના બની ત્યારે કેવો માહોલ હતો તે જણાવ્યું.. 


કેવો હતો માહોલ? 

વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે તેમણે તો અંદર રહેલા લોકોનો અવાજ તો સાંભળ્યો જ હશે પરંતુ તેમણે જે વાત કરી તે આશ્ચર્યવાળી હતી. ધૂમાડો એટલો હતો કે અવાજ પણ બહાર આવતો ન હતો તેવી વાત તેમણે કરી.. ધૂમાડાને કારણે પણ લોકો મૃત્યુ પામ્યા હોય તેવી વાત તેમણે કરી હતી.    



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...