રાજકોટમાં શનિવારે બનેલી દુર્ઘટના જેમાં 27 જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાને આપણે ધીમે ધીમે ભૂલી જઈશું કદાચ.. પરંતુ તે પરિવાર કદી પણ આ દિવસને આ ઘટનાને નહીં ભૂલી શકે જેમણે આ ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવ્યા છે.. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની હાલત એવી થઈ ગઈ છે કે તેમની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.. પોતાના સ્વજનનો મૃતદેહ મળે તેની રાહ જોઈ રહ્યા છે. અનેક પરિવારના સભ્યોને મૃતદેહ મળી ગયા છે પરંતુ અનેક પરિવાર એવા છે જે મૃતદેહોની રાહ જોઈ રહ્યા છે..
પરિવાર જનોની હવે ધીરજ ખૂટી છે...
રાજકોટથી અનેક એવા ભાવુક કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જે પરિવારને પોતાના સ્વજનોનો મૃતદેહ મળી ગયો ત્યાં હૈયાફાટ રૂદન જોવા મળ્યું છે અને જે પરિવારને નથી મળ્યો મૃતદેહ તેમની આંખો પોતાના સ્વજનોને શોધી રહી છે.. શનિવાર, રવિવાર અને હવે આજે સોમવાર.,.. પરિવારજનો રાહ જોઈ રહ્યાં છે.. કે હવે કોઈ ઓળખ થાય તો અમે મૃતદેહને ઘરે લઈ જઈએ... અધિકારીઓ અને સિસ્ટમ તરફથી જવાબ નથી મળી રહ્યો... લોકો અકળાય રહ્યાં છે... હવે ધીરજ ખુટી રહી છે....
જેમની પર વિતી હોય તે જ જાણી શકે...
પરિવારજનોએ હાજર અધિકારીઓ સામે પોતાની વ્યથા ઠાલવી છે.... જેના ઘરના પાંચ-પાંચ લોકો મળતા ન હોય એ કેવી રીતે ધીરજ રાખી શકે.... અધિકારીઓને પરિવારજનો વિનંતી કરી રહ્યા હોય કે આખું શરીર નહીં પરંતુ થોડો અંશ તો આપો...! ડીએનએનો રિપોર્ટ આવતા વાર થઈ રહી છે.. એ પરિવાર પર શું વિતતી હશે, તેમની પીડા આપણે કદાચ નહીં અનુભવી શકીએ... મૃતકોના પરિવાર સાથે જમાવટની ટીમે વાત કરી હતી ત્યારે દુ:ખની સાથે સાથે આક્રોશ પણ છલકાઈ આવતો હતો.. તેમની પીડા શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી..
ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છે પરિવારજન!
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મોત બાદ પરિવારજનો પોતાના સ્વજનોને શોધવા માટે પહોંચ્યા હતા.... પરિવારજનોએ મિસિંગ લોકો માટે તંત્રને આજીજી કરી હતી અને અત્યાર સુધીમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની માંગ કરી હતી.... રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પરિવારજનો ગુમ થયેલા લોકોને શોધવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસ અધિકારીઓ સાથે રકઝક પણ થઇ હતી. પરિવારજનો પોતાના સ્વજનની માંગણી કરી રહ્યાં છે.
અધિકારીઓએ હોસ્પિટલ પહોંચેલા પરિવારજનોને સાંત્વના આપી.....
પરિવારજને અધિકારીને રજૂઆત કરતા કહ્યું કે, 'સાહેબ કાં તો હાં પાડો કે ના પાડો,જીવે છે કે નથી જીવતો તેનો કોઇ રિપોર્ટ આપો'. અધિકારીએ કહ્યું કે, આ ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. પરિવારજનોએ કહ્યું કે, તમે ઉપર રજૂઆત કરો કે પીડિતો આંકડો માંગે છે, તમે અમને મિસિંગ થયેલા લોકોનો આંકડો આપો." સ્વજન ગૂમાવનાર પરિજનો પૂછે છે સાહેબ, જો તમારો દિકરો હોત તો શું થાત.. અધિકારી કહે છે દુઃખ સમજી શકું છું...