Rajkot TRP Game zone આગ કાંડમાં પિતાએ પુત્રને ગુમાવ્યો, પુત્રનું નામ રટતા રટતા પિતાએ લીધા અંતિમ શ્વાસ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-08 18:18:21

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં માસૂમ બાળકો સહિત કુલ 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાએ રાજકોટ સહિત સમગ્ર રાજ્યને હચમચાવી દીધો પીડિત પરિવાર દ્વારા ન્યાયની સતત માગ કરાઈ રહી છે. ત્યારે વિવિધ ટીમ દ્વારા આ કેસમાં તપાસનો ઘમઘમાટ ચાલુ છે. આ વચ્ચે એક દુ:ખદ સમાચાર આવ્યા છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં વધુ એક મૃત્યુ થયું છે... 



નોકરીનો પ્રથમ દિવસ હતો અને વિશ્વરાજસિંહનું થયું મોત.... 

મળતી માહિતી અનુસાર,આ અગ્નિકાંડમાં પુત્ર ગુમાવનારા પિતાનું મોત નીપજ્યું છે. જશુભા જાડેજાનું પુત્રના વિયોગમાં મૃત્યુ પામ્યા છે. તેમના પુત્ર વિશ્વરાજસિંહ જાડેજાનું અગ્નિકાંડમાં મોત થયું હતું. ... રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં વિશ્વરાજસિંહ જાડેજાનું મૃત્યુ થયું હતું. વિશ્વરાજસિંહ જાડેજાનો ટીઆરપી ગેમઝોનમાં નોકરીનો પ્રથમ દિવસ હતો અને ત્યાં વિકરાળ આગ લાગી, જેમાં તેમનું મોત થયું હતું. 



પુત્રના વિયોગમાં પિતાએ ગુમાવ્યો જીવ...

વ્હાલસોયા દિકરા વિશ્વરાજસિંહ જાડેજાના મોતથી તેમના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.... પુત્રના નિધનથી પિતા જશુભા હેમુભા જાડેજા આઘાતમાં સરી પડ્યા હતા અને તેમની તબિયત પણ લથડી હતી. આ દરમિયાન છેલ્લા બે દિવસથી જશુભા જાડેજા દીકરાનાં નામનું રટણ કરી રહ્યા હતા. પુત્રના વિયોગમાં હવે પિતાએ પણ જીવ ગુમાવ્યો છે. પુત્ર બાદ પિતાનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.... દુ:ખદ વાત છે કે પુત્રના વિયોગમાં હવે પિતાએ પણ જીવ ગુમાવ્યો છે. માત્ર થોડા દિવસોની અંદર પરિવારે પોતાના બે સદસ્યોને ગુમાવ્યા છે.  



ગેમ ઝોનમાં આગ લાગવાને કારણે ગયા નિર્દોષ લોકોના જીવ

મહત્વનું છે કે અગ્નિકાંડમાં 27 જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મજા માટે ગેમઝોનમાં ગયેલા લોકોના જીવન સાથે ગેમ રમાઈ ગઈ છે.. આ દુર્ઘટનાને લઈ તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે કડક સુનાવણી કરવામાં આવી રહી છે.. કોંગ્રેસના નેતાઓ પણ આ દુર્ઘટનાને લઈ રાજકોટમાં ધરણા કરી રહ્યા છે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.