રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં અનેક જિંદગીઓ હોમાઈ ગઈ હતી. ગેમ રમવા માટે આવેલા લોકોની જિંદગી સાથે રમત રમાઈ ગઈ.. આ દુર્ઘટનાની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે પરંતુ તેની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. રાજકોટ દુર્ઘટનાને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે કોંગ્રેસ પણ રાજકોટમાં પીડિત પરિવારને ન્યાય મળે તે માટે મેદાને છે. રાજકોટના રસ્તા પર આજે વિપક્ષ દેખાઈ રહ્યો છે.
વિરોધ કરવા માટે વિપક્ષના નેતાઓ રસ્તા પર
રાજકોટ અગ્નિકાંડને લઈ વિપક્ષ લડી લેવાના મૂડમાં છે. પીડિત પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ રસ્તા પર છે. કોંગ્રેસના નેતાઓ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રાજકોટના રસ્તા પર ન્યાયની આશા સાથે ઉતર્યા છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, અમિત ચાવડા, પાલ આંબલિયા, જેની ઠુમ્મર સહિતના નેતાઓ ન્યાય માટે રસ્તા પર ઉતર્યા છે. એસઆઈટીની કામગીરીને લઈ તેમને સવાલો કર્યા છે. જમાવટની ટીમ ગ્રાઉન્ડ પર ગઈ છે અને ત્યાં હાજર નેતાઓને સવાલ કર્યા છે.
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે...
વિરોધમાં આવેલા ગેનીબેન ઠાકોરને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે જે ઘટનાઓ બની છે તે દુ:ખદ ઘટના બની છે. આપણે ત્યાં આવા અનેક કાંડો થયા, જ્યારે જ્યારે કાંડો થયા ત્યારે સરકારે SITની રચનાઓ કરવાની વાતો કરી, પણ આજ સુધી કોઈ ગુન્હેગારોને પકડ્યા નથી, જેલમાં પૂર્યા નથી.. અને એટલા માટે આવી પ્રવૃત્તિ કરવા વાળા લોકોની શાન ઠેકાણે આવતી નથી. એક પણ એવો દાખલો નથી કે કાયદેસરની કાર્યવાહી કરીને જે લોકોને અન્યાય થયો હોય અને ન્યાય મળ્યો હોય.. એટલે સરકાર પાસે અપેક્ષા રાખીએ, અથવા એ લોકોની રહેમ નજર છે એટલે નિર્દોષ લોકોના જીવ જાય તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં ગણાવજો..