Rajkot TRP Fire Accident : ગેમ ઝોન બનાવવા માટે પરવાનગી ના લેવી પડે તે માટે અપનાવાયો આ રસ્તો! પહેલા શેડ બનાવ્યો અને પછી...!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-26 16:31:32

ગુજરાતીમાં કહેવત છે કે આંગળી આપી પ્હોંચો પકડે છે.. પરવાનગી થોડાની આપી હોય પરંતુ તે ધીરે ધીરે આગળ વધી જાય અને જમીનને કબજે કરી લે... આવી જ કંઈ ઘટના રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં સામે આવી છે.. આ ગેમ ઝોનને લઈ માહિતી સામે આવી છે તે પ્રમાણે મનપાના કોઈ રેકોર્ડ પર આ ગેમ ઝોનનું કંઈ અસ્તિત્વ જ ન હતું કારણ કે ટી.પી તેમજ ફાયરની પરવાનગી લેવા માટે કોઈ અરજી જ કરવામાં આવી ન હતી...!  


ગેમ ઝોનનેલઈ સામે આવી મોટી અપડેટ

રાજકોટમાં બનેલી એક દુર્ઘટનાએ તમામ લોકોને હચમચાવી દીધા છે. એ કરૂણાંતિકામાં 28 જેટલા લોકો મોતને ભેટ્યા છે અને આ મૃત્યુઆંક વધી પણ શકે છે તેવું અનુમાન છે.. ગેમઝોન ચાર વર્ષથી ફાયર એનઓસી વગર ચાલતો હતો તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. તે ઉપરાંત અનેક લિટર પેટ્રોલ પણ ત્યાં હતું જેને કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે. અનેક સવાલો થાય કે તંત્ર દ્વારા એક્શન કેમ ના લેવામાં આવ્યા, શા માટે ચેકિંગ કરવામાં ના આવ્યું? સવાલો અનેક છે અને આ બધા વચ્ચે આ ગેમ ઝોનને લઈ વિગતો સામે આવી છે જેમાં આખી વાત સમજવા જેવી છે.. કેવી રીતે આખું ગેમઝોન ઉભું થયું અને તંત્રને ખબર પણ ના પડી..  


જો કોઈ બાંધકામ કરવું છે તો તમારે.. 

ટીઆરપી ગેમ ઝોન જે જગ્યા પર બનાવવામાં આવ્યો છે તે ખુલ્લો પ્લોટ છે જેના માલિકનું નામ છે ગિરિરાજસિંહ અશોકસિંહ જાડેજા.. માલિકે આ જમીન યુવરાજસિંહ અને પ્રકાશ રાઠોડ નામના વ્યક્તિઓને ભાડે આપી.. આ લોકોએ પહેલેથી જ મોટું અને લાંબુ પ્લાનિંગ કર્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પ્લોટ પર કોઈ બાંધકામ કરવું હોય તો ટી.પી.શાખામાંથી મંજૂરી લેવી પડે, મંજૂરી માટે પ્લાન મૂકવો પડે. અને આ અરજી જમીનના માલિક જ કરી શકે અને જો કોઈ પણ ફેરફાર કરવો હોય તો પણ માલિકે જ અરજી કરવી પડે.. 



ટેમ્પરરી structure બનાવવા માટે મેળવી પરમિશન અને.. 

માટે આ લોકોએ બીજો રસ્તો અપનાવ્યો.. પરમેનેન્ટ structure નહીં પરંતુ ટેમ્પરરી structure બનાવ્યું અને આ structure અંતર્ગત શેડ બનાવ્યું.. જો અમુક સમય માટે જ જો structure રાખવાનું હોય તો માત્ર એકાદ જ તંત્રની મંજૂરી લેવી પડે.. આવી માથાકુટથી બચવા માટે અલગ રસ્તો અપનાવવામાં આવ્યો.. જો મનપામાં જાય તો તેમને ટેમ્પરરી structure માટે પણ ફાયર સેફ્ટી લેવી પડે, એનઓસી લેવી પડે...


આવી રાઈડ માટેની અરજી મેળવી અને પછી શરૂ કર્યું અમ્યુઝમેન્ટ પાર્ક!

આટલી પરવાનગી ના લેવી પડે તે માટે તે લોકો માર્ગ અને મકાન વિભાગની મિકેનિકલ બ્રાન્ચમાં રાઈડની મંજૂરી લેવા માટે પહોંચ્યા..આ બ્રાન્ચમાં રાઈડ માટેની અરજી કરાઈ.. વિભાગના અધિકારીઓ દ્વારા અલગ અલગ પ્રકારના ગેમ ઝોનના ઈક્વિપમેન્ટ રાખવા માટેના સર્ટિફિકેટ આપી દેવાયા. તમને જાણીને નવાઈ લાગશે કે આવા સર્ટિફિકેટ જન્માષ્ટમીના મેળામાં હોતી રાઈડ માટે આપવામાં આવે છે..! 



સરકારી ચોપડે તો છે જ નહીં આવું કોઈ ગેમ ઝોન! 

આ સર્ટિફિકેટને લઈ આ લોકો પહોંચ્યા પોલીસની પરવાનગી લેવા.. સ્ટેબિલિટી સર્ટિફિકેટના આધારે આ લોકોએ મેળાની કેટેગરીમાં એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવવાની પરવાનગી મેળવી અને ગેમ ઝોન શરૂ થયો.. ધીરે ધીરે ગેમ ઝોનનું બાંધકામ વધતું ગયું અને જોત જોતમાં ત્રણ માળની બિલ્ડીંગમાં ફેરવાઈ ગયું.. આ જગ્યા પર કઈ બાંધકામ છે તેની જાણ સરકારી ચોપડે હતી જ નહીં કારણ કે ફાયર સેફ્ટી માટે અરજી કરવામાં ન આવી હતી, ના તો ટી.પીમાં આનો રેકોર્ડ હતો. જેને કારણે મનપાના કોઈ રેકોર્ડ પર આ ગેમ ઝોન હતો જ નહીં.. ! 


અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા..!

જે સર્ટિફિકેટના આધારે આ ગેમઝોન ચલાવવામાં આવ્યો હતો તે સર્ટિફિકેટને સમયાંતરે, ઈજનરોએ ચકાસણી કરવાની હોય છે.. જો કે મંજૂરી બાદ ત્યાં તપાસ કરવા માટે કોઈ આવ્યું ન હતું.. જે અધિકારી દ્વારા આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે.. 


તમે પણ કોઈને જગ્યા ભાડે આપ્યા બાદ ધ્યાન રાખજો...

મહત્વનું છે કે ચોપડા પર તો આ ગેમ ઝોન અસ્તિત્વમાં જ ન હતું, તો પણ વાસ્તિવિક્તામાં આ ગેમ ઝોન ધમધમતું હતું..! આવી દુર્ઘટના થઈ ત્યારે આ આખો મામલો સામે આવ્યો.. આ ઘટનામાં એ સવાલ પણ થાય કે તે પેલા અધિકારીની શું જવાબદારી નથી આવતી જેણે સર્ટિફિકેટ આપ્યું હતું? તમે પણ જો તમારી જમીન કોઈને ભાડે આપો છો તો એ જાણજો કે તમારા જમીન પર આવું ગેરકાયદેસર તો કોઈ બાંધકામ નથી થતુંને..!    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?