Rajkot TRP : સંચાલકોએ નિયમોનું ખુલ્લેઆમ કર્યું ઉલ્લંઘન!, R&B વિભાગે પોલીસ કમિશ્નરને આપેલા અભિપ્રાયમાં દેખાઈ તંત્રની લાપરવાહી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-28 16:19:54

ટીઆરપી ગેમ ઝોનના બાંધકામને લઈ અનેક સવાલો થઈ રહ્યા છે. પહેલો તો એ સવાલ કે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની પરવાનગી મળી હતી અને ત્રણ માળની આખે આખી બિલ્ડીંગ બની ગઈ ત્યાં સુધી તંત્રને ખબર જ ના પડી...? એનઓસી વગર ચાર વર્ષ સુધી ગેમ ઝોન ચાલતું હતું અને તેની જાણ પણ કોઈને ના થઈ? ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં તે જાણવાની દરકાર પણ નથી કરવામાં આવી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. સવાલો અનેક છે અને આ બધા વચ્ચે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો થયો છે.. આગ, વાવાઝોડા કે અન્ય અકસ્માતની જવાબદારી આયોજકોના શિરે રહેશે તેવી સૂચના અપાઈ હતી..


એમ્યુઝમેન્ટ પાર્કનો કરાયો પત્રમાં ઉલ્લેખ!

R&B વિભાગે પોલીસ કમિશ્નરને આપેલા અભિપ્રાયની કોપી સામે આવી છે જેમાં મોટી લાપરવાહી આચરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે.. પત્રમાં પ્લોટ ક્યાં આવ્યો છે તેનો ઉલ્લેખ છે અને તેમાં લખવામાં આવ્યું છે કે એમ્યુઝમેન્ટ પાર્ક.. એમ્યુઝમેન્ટ પાર્કની જ વાત આ પરમિશન આપતી વખતે કરવામાં આવી છે. પત્રમાં લખવામાં આવ્યું કે નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી દ્વારા પ્લાનની ચકાસણી કરતાં નીચે મુજબના મુદ્દાઓ ધ્યાન ઉપર આવેલા છે


1. ઉપરોક્ત એમ્યુઝમેન્ટ પાર્ક યોજાનાર છે

2. આયોજકોએ સ્ત્રીઓ તેમજ પૂરૂષો એમ બંન્ને માટે અલગ કામચલાઉ મૂતરડીઓની વ્યવસ્થા સ્થળ પર કરવાની રહેશે.

3. ગ્રાઉન્ડમાં ઉભા કરવામાં આવેલ સ્ટોલ્સ તેમજ બેરીકેટિંગ મજબૂતાઈથી ઉભા કરવાના રહેશે.

4. સ્થળ પર અગ્નિશામક સાધનો રાખવાના રહેશે, ફાયર વિભાગની મંજૂરી બારોબાર મેળવી લેવી.

5. આઈએસઓ/8758/93 ચુસ્તપણે પાલન કરવાનું રહેશે

6. આગ,વાવાઝોડા કે અન્ય અકસ્માતની તમામ જવાબદારી આયોજકોના શીરે રહેશે

7. ખાદ્યપદાર્થોના સ્ટોલમાં ખાદ્યપદાર્થો ગરમ કરવા માટે, ગેસ, પ્રાઈમસ કે અન્ય ઈલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરવાનો રહેશે નહીં.

8. યાંત્રિક વિભાગની મંજૂરી મેળવવાની રહેતી હોય તો લગતા વિભાગની મંજૂરી બારોબર લઈ લેવી.

9. મંડપ, બેરીકેટીંગની મજબૂતાઈ અંગે વિષય નિષ્ણાંતનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે

10. ઈલેક્ટ્રીકને લગત તમામ પ્રકારના સાંધનો, વસ્તુઓ , ઉપકરણોને લગતા ચકાસણી કરી વિદ્યુત, ઈલેક્ટ્રીક વિભાગની સરકારશ્રીના પ્રવર્તમાન ધારા ધોરણ મુજબ મંજૂરી મેળવવાની રહેશે તેમજ બારોબાર રજૂ કરવાનું રહેશે

11. આયોજકશ્રીને રાજકોટ ખાતે જે જગ્યા ફાળવવામાં આવેલ હોય, તેનો લે આઉટ પ્લાનમાં સમાવેશ કરવાનો રહેશે તથા સમગ્ર કાર્યક્રમ દરમિયાન ફાળવેલ જગ્યાનો જ વપરાશ કરવાનો રહેશે. અન્ય કોઈ જગ્યાનો વપરાશ કરવાનો રહશે નહીં. તે બાબતની સંપૂર્ણ કાળજી આયોજકશ્રીએ રાખવાની રહેશે

12. આયોજકશ્રી દ્વારા ઉપરોક્ત કાર્યક્રમ દરમિયાન ઉભા કરવામાં આવેલા મંડપ , પંડાલ, સાઉન્ડ, ટાવર, લાઈટીંગ, ટાવર, પ્રદર્શન માટેનો મંડપ, સ્તંભ, ગાળા વિગેરેની માળખાકીય મજબૂતાઈ અંગે વિષય નિષ્ણાંતોનું પ્રમાણ પત્ર મેળવવાનું રહેશે, તે બારોબાર કરવાનું રહેશે.

13. સમગ્ર નિયત સમયગાળાના કાર્યક્રમ દરમિયાન મુલાકાત લેનાર, કલા, પ્રદર્શન મુલાકાતીઓ માટે સરકારીશ્રાના પ્રવર્તમાન ધારા ધોરણ મુજબ સુચારૂ પાર્કિંગ વ્યવસ્થા આયોજકે કરવાની રહેશે.

14. ઉપરોક્ત કાર્યક્રમ દરમિયાન મુલાકાતીઓ, મહેમાનો માટે એન્ટ્રી તથા એક્ઝીટ અને ઈમરજન્સી એક્ઝીટની વ્યવસ્થા સરકારશ્રીના પ્રવર્તમાન ધારા ધોરણ મુજબ કરવાની રહેશે. તથા તેને લગત દિશાસૂચક બોર્ડ લગાવવાના રહેશે. તે બાબતની સૂચાઉ વ્યવસ્થા આયોજકે કરવાની રહેશે.

15. ઉપરોક્ત તમામ બાબતનું ચુસ્તપણે પાલન કરવાની સધળી જવાબદારી આયોજનાં શીરે રહેશે.

ઉપરોકત શરતોને આધિન રહીને આયોજકોને આપની કથાએથી મંજૂરી આપવામાં આવે તે હરકત સરખું નથી.


નિયમોનું ખુલ્લેઆમ સંચાલકોએ કર્યું ઉલ્લંઘન 

જે પણ નિયમોનું પાલન સંચાલકોએ કરવાનું હતું તેમાંથી મોટા ભાગના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થયું છે. પહેલા આ પરમિશન એમ્યુઝમેન્ટ પાર્ક માટે આપી હતી... ઉપરાંત ફાયર સેફ્ટીના સાધનો રાખવાની જવાબદારી પણ આયોજકના શિરે હતી. ત્યાં કેવી ફાયર સેફ્ટી હતી તે આપણે સૌ જાણીએ છીએ.. તે ઉપરાંત વાવાઝોડો, આગ કે અન્ય કોઈ પ્રકાર અકસ્માત સર્જાય છે તો સંપૂર્ણ રીતે જવાબદારી આયોજકની રહેશું તેવું સામે આવ્યું છે.. તે સિવાય પણ અનેક એવા નિયમો બતાવાયા છે જેનું પાલન નથી કરવામાં આવ્યું.. 


બધી જ પરમિશન બારોબાર લેવી તેવો કરાયો ઉલ્લેખ 

આમાં એક વાત મહત્વની એ પણ છે કે જે પણ પરમિશન લેવાની વાત કરવામાં આવી તે બધી બારોબર લેવાની રહેશે તેવું કહેવામાં આવ્યું.. એ પરમિશન યાંત્રિક વિભાગની હોય કે પછી એન્ટ્રી એક્ઝીટ માટે કરવાની રહેતી પરમિશનની હોય.. શું એક વાર ઈજનેરની જવાબદારી નથી કે તે એક વખત સ્થળની મુલાકાત લે? બારોબાર પરમિશન લેવાની વાત કરી, સંચાલકે તે પરમિશન લીધી કે નહીં તે જાણવાની જવાબદારી નથી? 


ગેમ ઝોનમાં આવતા લોકો પાસેથી કરાવાતી હતી સહી

પહેલા માર્ગ અને મકાન વિભાગ દ્વારા બધી જવાબદારી સંચાલકના શિરે નાખી અને સંચાલકે પોતાના જીવની જવાબદારી ગેમ ઝોનમાં આવતા લોકો પર નાખી દીધી.. કારણ કે ગેમ ઝોનમાં આવનારા લોકો પાસેથી સાઈન કરાવવામાં આવતી હતી કે કંઈ પણ થાય તે તેની સંપૂર્ણ જવાબદારી સ્થળની મુલાકાત લેતા લોકોની (તેમની પોતાની) રહેશે.. ત્યારે તમારૂં આ મામલે શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.       



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?