Rajkot - તિરંગા યાત્રાનો શુભારંભ, J.P.Nadda, C.R.Patil, CM સહિતના નેતાઓ રહ્યા હાજર.. ન્યાય યાત્રાની સામે તિરંગા યાત્રા


  • Published By :
  • Published Date : 2024-08-10 16:38:48

15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી જેમ જેમ નજીક આવે છે ત્યારે ત્યારે આપણી અંદર રહેલો દેશપ્રેમ પણ ચરમસીમાએ પહોંચે છે તે કહીએ તો અતિશયોક્તિ નથી. આ દિવસો દરમિયાન આપણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હોઈએ છીએ.. સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.  લોકો ઘરમાં તિરંગો લગાવી આ અભિયાનમાં સામેલ થાય છે. ત્યારે આજે રાજકોટથી આ તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે.

  

તિરંગા યાત્રામાં જોડાયા ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ

ગઈકાલે કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થઈ અને આજે ભાજપની તિરંગા યાત્રા! ન્યાય યાત્રા મોરબીથી શરૂ થઈ તો તિરંગા યાત્રા રાજકોટથી એટલે સૌરાષ્ટથી શરૂ થઈ.. એટલે આ વખતે સૌરાષ્ટ્ર એપી સેન્ટર છે.. આજથી રાજકોટ શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું છે. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભાજપે તિરંગાયાત્રાનું આયોજન કર્યું છે  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, સી આર પાટીલ, અને ગૃહમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમ સ્થળે હાજર હતા. તિરંગ યાત્રા પહેલા કાર્યકર્મમાં મુખ્યમંત્રીએ અને જે.પી નડ્ડાએ ભાષણ પણ આપ્યું.

પોતાના ભાષણ દરમિયાન સરદાર પટેલને જે.પી.નડ્ડાએ કર્યા યાદ 

પોતાના ભાષણમાં જે.પી.નડ્ડાએ કહ્યું કે આ ધરતીએ અનેક સંત-મહાત્માઓને જન્મ આપ્યો છે. બધી જ જગ્યાએ તિરંગા જ જોવા મળી રહ્યા છે. આથી આઝાદીનો સમય યાદ આવે છે. આઝાદ ભારતની તસવીર સ્થાપિત કરવામાં ગુજરાતનું બહુ યોગદાન છે. મહાત્મા ગાંધીની ભૂમિને ભૂલી નહીં શકાય. સરદાર વલ્લભભાઈ પટેલને પણ ન ભૂલી શકાય. કોંગ્રેસના મિત્રો તમને એક જ પરિવાર યાદ રહે છે, આઝાદીની લડાઈમાં યોગદાન આપનાર સરદાર પટેલ યાદ રહેતા નથી,  એટલે અંતે રાજનીતિ યાત્રામાં આવી જ ગઈ. 



રાજકોટ થોડા સમયથી ચર્ચામાં છે કારણ કે..

તિરંગ યાત્રાની શરૂઆત રાજકોટથી થઈ છે અને ન્યાય યાત્રાની શરૂઆત મોરબીથી કરવામાં આવી છે. તો હવે આગામી ચૂંટણીમાં ફોકશએ સૌરાષ્ટ્ર રહેવાનું છે. રાજકોટમાં પહેલાથી ચૂંટણી સમયે પરષોત્તમ રૂપાલાનો વિવાદ થયો તે પછી ત્યાં ટીઆરપી ગેમ ઝોનવાળી દુર્ઘટના થઈ. હવે આગામી ચુંટણીમાં રાજકોટ અને સૌરાષ્ટ પર ફોકસ હોય બંનેનું એવું લાગી રહ્યું છે.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે