શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આવી રહ્યા છે હાર્ટ એટેક!
કોરોનાને કારણે અનેક લોકોના મોત થઈ ગયા હતા. અનેક પરિવારોએ પોતાના સદસ્યોને ગુમાવ્યા હશે કોરોના કાળમાં. કોરોનાના કેસ તો હમણાં ઓછા નોંધાઈ રહ્યા છે પરંતુ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરના લોકો હાર્ટ એટેકને કારણે મોતને ભેટી રહ્યા છે. આપણી સામે એવા પણ કિસ્સા છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત થઈ રહ્યા છે. કોઈ ડાન્સ કરતા મોતને ભેટી રહ્યા છે તો કોઈ ટ્રેનમાં મુસાફરી કરતા કરતા મોતને ભેટી રહ્યા છે.
રાજકોટમાં 18 વર્ષીય યુવકનું થયું હાર્ટ એટેકને કારણે મોત!
એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક માત્ર મોટી ઉંમરના લોકોને આવે પરંતુ આ પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ છે. નાની ઉંમરના લોકોને, યુવકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. રાજકોટથી એક કિસ્સો હાર્ટ એટેકનો સામે આવ્યો છે જેમાં 18 વર્ષીય યુવકનું મોત થઈ ગયું છે. બાથરૂમમાં યુવકને હાર્ટ એટેક આવ્યો હતો તેવી માહિતી સામે આવી છે.