પત્ની પતિની વચ્ચે અનેક વખત સામાન્ય બાબતને લઈ ઝઘડો થતો હોય છે. વાત નાની હોય છે પરંતુ તેને કારણે કોઈ વખત એવી મોટી ઘટનાને લોકો અંજામ આપી દેતા હોય છે જેની કલ્પના પણ ના કરી શકાય. રાજકોટમાં એક હત્યાનો મામલો આવ્યો છે. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરની અંબિકા ટાઉનશીપ શેરી નંબર 3માં આવેલા શાંતિ નિવાસ નામના એપાર્ટમેન્ટની બી વીંગમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. એવી માહિતી સામે આવી છે કે પતિને પત્ની પર શંકા હતી કે તેનું લફળું ક્યાંય બીજે ચાલી રહ્યું છે.અને તેના આધારે તેણે પત્નીની હત્યા કરી નાખી, પત્નીની લાશ પાસે બેસી પતિએ વીડિયો પણ બનાવ્યો અને તેને વાયરલ પણ કર્યો.
પથ્થરના મદદથી પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ!
લોકોની માનસિકતા કઈ બાજુ જઈ રહી છે તે જાણી શકાતું નથી કારણ કે નાની નાની વાતમાં લોકો એટલું મોટું કદમ ઉઠાવી લેતા હોય છે. ત્યારે રાજકોટ શહેરથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. પતિએ પહેલા પત્નીની હત્યા કરી અને પત્નીની લાશ આગળ બેસી પતિએ વીડિયો બનાવ્યો અને પછી તે બાદ તેને વાયરલ કર્યો. મળતી માહિતી અનુસાર શહેરની અંબિકા ટાઉનશીપ શેરી નંબર 3માં આવેલા શાંતિ નિવાસ નામના એપાર્ટમેન્ટની બી વીંગમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી છે. પતિએ પહેલા પત્નીના માથા પર પથ્થરના બ્લોક માર્યા અને તેને મારી નાખી. પત્નીની બેહરહેમીથી હત્યા કર્યા બાદ પતિએ પત્નીની લાશ આગળ બેસી વીડિયો બનાવ્યો અને તેને વાયરલ કર્યો,
પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને કહ્યું કે...
તે ઉપરાંત પોલીસ સમક્ષ જાતે સરેન્ડર કર્યું હોય તેવી માહિતી સામે આવી છે. પત્નીની હત્યા કર્યાના કલાકો બાદ પતિએ પોતે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને તેણે પોતાની પત્નીની હત્યા કરી નાખી છે તેવી જાણકારી આપી. સાથે જ કહ્યું કે તે પોતે આત્મસમર્પણ કરવા માંગે છે. આ કેસને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. હત્યા કર્યા બાદ તેણે કહ્યું કે હું ખરાબ નથી પરંતુ મારી ઘરવાળી ખરાબ હતી. મને મુકીને બીજી જગ્યાએ જતીતી. મારા ભાઇબંધ સાથે આવું કર્યુ છે. મારી ઘરવાળીએ મને દગો કર્યો છે.'
લોકોની ઓછી થઈ ગઈ છે સહનશક્તિ!
મહત્વનું છે પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા સ્વાભાવિક છે પરંતુ આજકાલ લોકોની સહનશક્તિ પણ એકદમ ઓછી થઈ ગઈ છે તેવું લાગે છે. હત્યા કર્યા બાદ પણ લોકોને કોઈ પણ અફસોસ હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. આપણે સમાજને કઈ દિશા તરફ લઈ જઈ રહ્યા છે તે જોવાનું રહ્યું.