રાજકોટની વિદ્યાર્થિનીએ કોલેજમાં એડમિશન માટે કર્યો રઝળપાટ, અંતે હતાશામાં જિંદગી ટુંકાવી


  • Published By :
  • Published Date : 2023-08-08 17:20:45

આજની યુવા પેઢીમાં નજીવી બાબતે આત્મહત્યા કરવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. રાજકોટમાં એક વિદ્યાર્થિનીએ કોલેજમાં એડમિશન ના મળતા ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી ફેલાઈ હતી. રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિની ધોરણ 12ની પૂરક પરીક્ષા ઉર્તીણ કર્યા બાદ કોલેજમાં પ્રવેશ માટે પ્રયાસો કરી રહી હતી. યુવતિ છેલ્લાં ચાર દિવસથી જુદી જુદી કોલેજોમાં એડમિશન માટે જતી હોય પણ એડમિશન ન મળતા હતાશામાં આવી પગલું ભરી લીધાનું પરિવારે જણાવ્યું છે. આ અંગે તેણીએ એક સ્યુસાઇડ નોટ પણ લખી છે. વિદ્યાર્થિનીએ મોતને વ્હાલું કરતા પરિવારજનો પર જાણે આસમાન તુટી પડ્યું છે, પરિવારના તમામ સભ્યો શોકગ્રસ્ત બન્યાછે. 


શું હતી સમગ્ર ઘટના?


બનાવની વિગત મુજબ, પ્રાર્થનાએ ધો.12નો અભ્યાસ પૂર્ણ કરી કોલેજમાં એડમિશન લેવા પ્રયત્ન ચાલુ કર્યા હતા. તેની ચારેક દિવસમાં જુદી જુદી કોલેજે તેના પિતા સાથે ગઈ હતી. બેએક દિવસ પહેલા કોટેચા ચોક પાસે આવેલી માતૃશ્રી વીરબાઈમા મહિલા કોલેજમાં ગયા હતા. પ્રાર્થનાને બી.કોમ. ઈંગ્લીશમાં એડમિશન લેવું હતું. એમ.વી.એમ. કોલેજમાં 10 હજાર ફી એક સાથે ભરવા કહેવાયું હતું. જેથી આજે સવારે પ્રાર્થના અને તેના પિતા ત્યાં કોલેજે જવાના હતા. સવારે 8.30 વાગ્યે પ્રાર્થના, તેના પિતા વિપુલભાઈ, માતા ચેતનાબેન, તેનો નાનો ભાઈ સ્મિત બધા ઘરે હતા. પ્રાર્થના કપડાં બદલાવ જવાનું કહીં રૂમમાં ગઈ હતી. ઘણો સમય થયા બાદ પણ તે બહાર ન આવતા દરવાજો ખખડાવતા ન ખોલતા આસપાસના લોકો પણ દોડી આવેલા દરવાજો તોડી અંદર જોતા પ્રાર્થનાએ પંખામાં ચૂંદડી બધી ગળાફાંસો ખાઈ લીધો હતો. કોઈએ 108માં ફોન કરતા એમ્બ્યુલન્સના ઇએમટી ડોક્ટરે સ્થળ પર જ પ્રાર્થનાને મૃત જાહેર કરી હતી.


સ્યુસાઈડ નોટમાં થયો ઘટસ્ફોટ


પ્રાર્થના પારેખના આત્મહત્યાના સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને રૂમ ચેક કરતા પ્રાર્થનાએ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તે એડમિશન ન મળતા હતાશ હોવાનું ખુલ્યું હતું. પ્રાર્થના બે બહેન એક ભાઈમાં મોટી હતી. પિતા રૈયા રોડ પર ફરસાણની કેબિન ચલાવે છે. આ બનાવના પગલે પરિવારમાં શોક છવાયો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?